- Advertisement -

આ લોકોને શેરડીનો રસ પીવાથી થઈ શકે છે નુકસાન, જાણી લો

- Advertisement -

ઉનાળામાં મોટાભાગના લોતો ઠંડા પીણાનું સેવન કરતા હોય છે. ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ લોકોને હાઇડ્રેટ રાખવાની સાથે શરીરને ઠંડક આપવાનું પણ કામ કરે છે. ઉનાળામાં શેરડીનો રસનો સરળતાથી મળી જાય છે. આ રસના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, કેટલાક લોકોને તે નુકસાન કરે છે. જેથી આવા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ.

- Advertisement -

શેરડીના રસમાં એનર્જી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સ સારી માત્રામાં જોવા મળે છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. જો કે, આ લોકોએ શેરડીના રસનું સેવન ટાળવું. જાણો.

- Advertisement -

આ લોકોએ શેરડીનો રસ ન પીવો જોઈએ

- Advertisement -

ડાયાબિટીસ
શેરડીના રસમાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) અને ઉચ્ચ ગ્લાયકેમિક લોડ (GL) હોય છે. તેનું સેવન શરીરમાં બ્લડ શુગર વધારી શકે છે અને વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓનો શિકાર પણ બની શકે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ.

માથાનો દુખાવો
વારંવાર માથાનો દુખાવાની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિએ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ. વધુ પ્રમાણમાં શેરડીના રસનું સેવન ચક્કર આવવા, માથાનો દુખાવો થવો જેવી સમસ્યાનું કારણ બની શકે છે.

શરદી અને ઉધરસ
જો તમને શરદી-ઉધરસની સમસ્યા હોય તો શેરડીનો રસ પીવાનું ટાળો. કારણ કે, શેરડીના રસની તાસીર ઠંડી હોય છે. તેને પીવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે. શેરડીનો રસ પીવાથી વ્યક્તિને ગળામાં દુખાવો, મ્યુકસ સ્ત્રાવ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પાચનતંત્ર બગડી શકે છે
શેરડીના રસમાં મળી આવતું પોલિકોસેનોલ પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે. તે પેટમાં દુખાવાની સાથે ડાયેરિયાની સમસ્યાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં નબળા પાચનતંત્રવાળા લોકો માટે ડોક્ટરની સલાહ લીધા પછી જ શેરડીના રસનું સેવન કરવું ફાયદાકારક રહેશે.

સ્થૂળતા
શેરડીનો રસ પીવાથી શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે. જેના કારણે વજન વધી શકે છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -