- Advertisement -

અલ્લુ અર્જુન પહેલાં આ સ્ટાર્સે સાડી પહેરીને કરી હતી ગજબની એક્ટિંગ

- Advertisement -

હાલમાં ફિલ્મ પુષ્પા 2ને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે આ ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુન સાડીમાં જોવા મળે છે. આમ, આ પહેલાં અમિતાભ બચ્ચનથી લઇને આ સ્ટાર્સે સાડી લુકમાં દર્શકોનું દિલ જીતી લીધુ હતુ.

- Advertisement -

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મના ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે અર્જુનને સાડી પહેરી છે.

- Advertisement -

સિનેમાની દુનિયાના અનેક એવા સિતારાઓ છે જેઓ સાડી પહેરીને લોકોનું દિલ જીતી લીધુ છે. એક્ટર્સનો આ લુક ફેન્સને એક નજરે ગમી ગયો હતો. આમ, આ લિસ્ટમાં બીજા પણ અનેક એવા સ્ટાર્સ છે જેમને સાડી પહેરીને એક્ટિંગ કરી છે. આ લિસ્ટમાં અલ્લુ અર્જુનનું નામ પહેલાં આવે છે. પુષ્પા 2ના ટીઝરમાં તમે એક્ટરને સાડી લુકમાં જોઇ શકો છો. આ ટીઝર થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયામાં છવાઇ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે આમ સાડી લુકમાં હવે ફેન્સ અલ્લુ અર્જુનનો રોલ જોવા ઇચ્છે છે. પુષ્પા 2 મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.ફિલ્મ લક્ષ્‍મીમાં અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમારે સાડી પહેરી હતી અને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. જો કે આ લુકમાં અક્ષય છવાઇ ગયો હતો.

- Advertisement -

આજે પણ ગોવિંદા અનેક લોકોના દિલમાં રાજ કરે છે. આંટી નંબર 1માં ગોવિંદાએ સાડી પહેરી હતી. આ મુવીમાં ગોવિંદાએ પોતાની એક્ટિંગથી લોકોને ખુશ કરી દીધા હતા. આયુષ્માન ખુરાનાએ ફિલ્મ ડ્રીમ ગર્લમાં સાડી પહેરી હતી. ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાનાનો આ લુક દર્શકોને ખૂબ ગમ્યો હતો. આ સાથે એક્ટરની એક્ટિંગ પણ જોરદાર હતી.

ફિલ્મ ચાચી 420માં કમલ હાસનને કોણ ભૂલી શકે? આ ફિલ્મમાં કમલ હાસને એક મહિલાની ભૂમિકામાં નિભાવી હતી. આ પૂરી મુવીમાં એક્ટર સાડી લુકમાં જોવા મળી રહ્યા છે. જો કે આજે પણ કમલ હસન એની આ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. આજે પણ લોકો કમલ હાસનને ટીવીમાં આ રોલમાં જુએ એટલે ખુશ થઇ જાય છે. અમિતાભ બચ્ચન ફિલ્મ મુકદ્દર કા સિકંદરના ગીત મેરે અંગને મેં..દરમિયાન સાડી પહેરી હતી. અમિતાભ બચ્ચનનો સાડી લુક ખૂબ ચર્ચામાં બની રહ્યો હતો.

- Advertisement -
- Advertisement -