- Advertisement -

શાદી.કૉમનું અકાઉન્ટ ડિસેબલ થઈ ગયું તો CEO મિત્તલે મેટાનો ઊધડો લીધો

- Advertisement -

મૅટ્રિમોનિયલ વેબસાઇટ શાદી.કૉમનું મેટા અકાઉન્ટ મંગળવારે સવારે ડિસેબલ થઈ ગયું હતું. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અનુપમ મિત્તલે આ સંદર્ભે ઍક્સ પર ફરિયાદ કરી હતી અને ટેક કંપનીનો ઊધડો લીધો હતો. તેમણે કહ્યું કે ‘આ આઘાતજનક છે કે અમારું મેટા અકાઉન્ટ ડિસેબલ થઈ ગયું હતું અને અમારા જેવી મોટી કંપનીને પણ કોઈ મદદ મળી શકી નહોતી.

- Advertisement -

આ બિગ ટેક અને મોનોપૉલી ધરાવતી કંપનીઓની નિષ્ક્રિયતા બતાવે છે.’ અનુપમ મિત્તલે આ સાથે મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને મૅનેજિંગ ડિરેક્ટર સંધ્યા દેવનાથનને મેન્શન કર્યાં હતાં.

- Advertisement -
- Advertisement -