- Advertisement -

‘નો એન્ટ્રી-2’માંથી ક્રિતી આઉટ?

- Advertisement -

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ક્રિતી સેનન સાથે તમામ ફિલ્મ મેકર્સ કામ કરવા માંગે છે. ક્રિતીને લઇને તાજેતરમાં ખબર આવી હતી કે તે સુપરહિટ ફિલ્મ ‘નો-એન્ટ્રી’ની સિક્વલમાં કામ કરી રહી છે.

- Advertisement -

આ ફિલ્મમાં વરુણ ધવન, અર્જુન કપુર અને દિલજીત દોસાંજ પણ ચમકે છે. હવે ખબર છે કે ક્રિતી આ ફિલ્મનો ભાગ નથી.સુત્રના જણાવ્યા મુજબ કેટલાક દિવસ પહેલા એવી ખબર હતી કે ક્રિતી’નો-એન્ટ્રી-2’માં કામ કરશે પણ હવે ખબર છે કે તે આ ફિલ્મ નથી કરી રહી.

- Advertisement -

હાલ તેની ‘ક્રૂ’ ફિલ્મ હિટ થઇ છે. જ્યાં ફિલ્મની વાત છે તો તે કોઇ નવા પ્રોજેક્ટ સાઇન નથી કરી રહી. ક્રિતીની આ વર્ષે બે ફિલ્મો રીલીઝ થઇ છે. તેમાં ‘ક્રૂ’ ઉપરાંત ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા’ છે.

- Advertisement -

આવનારા દિવસોમાં તે ફિલ્મ ‘દો પત્તી’માં નજરે પડશે. આ ફિલ્મમાં કૃતિની સાથે કાજોલ પણ જોવા મળશે. આ ફિલ્મથી તે પ્રોડક્શનની દુનિયામાં પણ પગલું પાડશે.

- Advertisement -
- Advertisement -