- Advertisement -

કોહલી પાસે છે ઓરેન્જ કેપ, છતાંય જુઓ RCBના કેવાં હાલ? ગુજરાત ટાઇટન્સ પાસે પણ આજે ટોપ 5માં આવવાનો મોકો

- Advertisement -

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17મી સિઝનમાં 23મી મેચ મંગળવારે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સની ત્રીજી હાર થઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબની ટીમને મોહાલીમાં તેના હોમ ગ્રાઉન્ડ પર જ 2 રને હરાવી દીધી. આ મેચ જીતવા છતાં પોઈન્ટ ટેબલમાં SRH 5 નંબર પર અને PBKS 6 નંબર પર જ યથાવત છે. જો કે ચોક્કસપણે હૈદરાબાદના 2 પોઈન્ટમાં વધારો થયો.

- Advertisement -

પંજાબના અર્શદીપ સિંહે મેચમાં 4 વિકેટ લીધી, આ સાથે જ તે પર્પલ કેપની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો. CSKનો મુસ્તફિઝુર રહેમાન હજુ પણ ટોચ પર છે. ઓરેન્જ કેપ હજુ પણ RCBના વિરાટ કોહલી પાસે જ છે.

- Advertisement -

હવે આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. રાજસ્થાન મેચ હારી જશે તો પણ ટોપ પર રહેશે પરંતુ ગુજરાત પાસે 2 પોઈન્ટ લઈને ટોપ-5માં આવવાની તક છે.

- Advertisement -

જીત સાથે 5મા નંબરે SRH

મંગળવારે મોહાલીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવી દીધું. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 180 રન બનાવી શકી.

5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે SRHના હવે 6 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ પાસે CSK, LSG અને KKR જેટલા જ પોઈન્ટ છે પરંતુ ત્રણેય કરતા ખરાબ રન રેટને કારણે ટીમ 5મા નંબરે છે. 5 મેચમાંથી 2 જીત અને 3 હાર સાથે PBKS પાસે હવે માત્ર 4 પોઈન્ટ છે. ગુજરાતના પણ માત્ર 4 પોઈન્ટ છે પરંતુ ખરાબ રન રેટના કારણે ટીમ સાતમા અને પંજાબ છઠ્ઠા નંબરે છે.

હારીને પણ ટોપ પર રહેશે રાજસ્થાનની ટીમ

IPLની 17મી સિઝનમાં, આજે ગુજરાત ટાઇટન્સ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. રાજસ્થાન 4 માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ટીમનો રન રેટ KKR પછી સૌથી સારો છે. જો રાજસ્થાન આજે જીતશે તો તે 10 પોઈન્ટ સાથે નંબર વન પર પોતાનું સ્થાન મજબૂત કરી લેશે. જો રાજસ્થાન હારી જાય છે તો પણ ટીમ 8 પોઈન્ટ સાથે ટોપ પર રહેશે. કારણ કે બીજા સ્થાને રહેલી KKR પાસે માત્ર 6 પોઈન્ટ છે. લખનઉ સુપર જાયન્ટ્સ પણ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટોપ-4ની આ યાદીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ચોથા સ્થાને છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલ 2024માં અન્ય 6 ટીમોમાં પાંચમા સ્થાને છે, જેણે 4માંથી બે મેચ જીતી છે. પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ પણ 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે, આઠમા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ છે, જેણે ચારમાંથી માત્ર એક મેચ જીતી છે અને નવમા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે, જ્યારે છેલ્લા અને દસમા નંબરે દિલ્હી કેપિટલ્સ છે.

આજે ટોપ-5માં આવી શકે છે ગુજરાત

ગુજરાત ટાઇટન્સની અત્યાર સુધીની 5 મેચમાંથી 2માં જીત અને 3 હાર બાદ 4 પોઇન્ટ સાથે 7મા નંબર પર છે. ટીમનો રન રેટ ઘણો નબળો છે. જો તે આજે જીતે છે તો ટીમ 6 પોઈન્ટ સાથે 5મા સ્થાને પહોંચી શકે છે. જો કે આ માટે ગુજરાતને 80 કે તેથી વધુ રનની જીતની જોઈશે. આનાથી ઓછા માર્જિનથી મેચ જીતશે તો ટીમ પંજાબથી ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી જશે. પણ જો ટીમ હારી જાય છે તો તે 7મા નંબર પર જ રહેશે.

ઓરેન્જ કેપમાં ટોપ પર વિરાટ કોહલી

સોમવારે મેચ બાદ 17મી સિઝનના ઓરેન્જ કેપ લીડરબોર્ડમાં કોઈ ફેરફાર થયો નથી. RCBનો વિરાટ કોહલી 5 મેચમાં 316 રન સાથે ટોપ પર છે. SRHનો હેનરિક ક્લાસન હવે 186 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આજે RRના રિયાન પરાગ પાસે 132 રન બનાવી કોહલીને પાછળ છોડવાની તક છે. ગુજરાતનો સાઈ સુદર્શન પણ 126 રન બનાવીને ટોપ પર આવી શકે છે.

પર્પલ કેપની રેસમાં થયો ફેરફાર

CSKનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન 4 મેચમાં 9 વિકેટ સાથે ટોપ વિકેટ લેનાર બોલર છે. મંગળવારે પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહે 4 વિકેટ લઈને 2 નંબર પર પહોંચી ગયો. તેની 8 વિકેટ છે. આજે RRનો યુઝવેન્દ્ર ચહલ 2 વિકેટ લઈને નંબર-1 પર પહોંચી શકે છે. ગુજરાતનો મોહિત શર્મા પણ 3 વિકેટ લઈને ટોપ પર આવી શકે છે.

સૌથી વધુ સિક્સર ક્લાસનના નામે

મંગળવારની મેચ પછી, 17મી સીઝનનો સિક્સર કિંગ હજુ પણ SRHનો હેનરિક ક્લાસેન જ છે. તેના નામે 5 મેચમાં 17 સિક્સર છે. તેની ટીમનો અભિષેક શર્મા 16 છગ્ગા ફટકારીને બીજા સ્થાને પહોંચી ગયો. RRનો રિયાન પરાગ આજે 6 છગ્ગા ફટકારીને ટોચ પર પહોંચી શકે છે.

સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારીને કોહલી હજુ પણ કિંગ

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામ પર છે. તેણે 5 મેચમાં 29 બાઉન્ડ્રી ફટકારી છે. SRHનો ટ્રેવિસ હેડ 19 ચોગ્ગા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો. પંજાબનો શિખર ધવન 18 ચોગ્ગા સાથે નંબર-5 પર યથાવત છે. આજે RRનો કેપ્ટન સંજુ સેમસન 13 ચોગ્ગા ફટકારીને કોહલીને પાછળ છોડી શકે છે.

- Advertisement -
- Advertisement -