- Advertisement -

ત્રણ કેચ છૂટ્યા, 27 રન ફટકાર્યા છતા પંજાબ મેચ ના જીતી શક્યું, હૈદરાબાદ છેલ્લા બોલે 2 રનથી જીત્યું

- Advertisement -

IPL 2023 ની 23મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવ્યું. હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબને 2 રને હરાવ્યું હતું. પંજાબને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માએ પંજાબને જીત અપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ છેલ્લી ઓવરમાં માત્ર 26 રન જ બનાવી શક્યા હતા. આ રીતે પંજાબ માત્ર 2 રનથી મેચ હારી ગયું હતું.

- Advertisement -

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ જીતીને ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત મેળવી હતી.

- Advertisement -

હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી અને છેલ્લા બોલ પર જીત નક્કી થઈ. પેટ કમિન્સે છેલ્લી ઓવર જયદેવ ઉનડકટને આપી જે ખૂબ જ બદનસીબ રહી. છેલ્લી ઓવરમાં 26 રન ગયા હતા આ ઓવરમાં 3 કેચ પણ છૂટી ગયા હતા, પણ હૈદરાબાદ જીતી ગયું.

- Advertisement -

છેલ્લી ઓવરનો રોમાંચ

પ્રથમ બોલ- આશુતોષ શર્માએ સ્ક્વેર લેગની ઓવરમાં સિક્સર ફટકારી, પરંતુ નીતિશ રેડ્ડીએ કેચ છોડ્યો અને બોલ 6 રનમાં ગયો.
બીજો બોલ- જયદેવે સળંગ બે વાઈડ ફેંક્યા.
બીજો બોલ- જયદેવ ઉનડકટના બીજા બોલ પર સિક્સ અને આ વખતે સમદે કેચ છોડ્યો હતો. બોલ તેના હાથ સાથે અથડાયો અને 6 રનમાં લોંગ ઓફ બાઉન્ડ્રી પર ગયો.
ત્રીજો બોલ- આશુતોષ શર્માએ ડીપ મિડવિકેટમાંથી શોર્ટ સ્લોઅર બોલ પર બે રન લીધા.
ચોથો બોલ- આશુતોષ શર્માએ ફરીથી ડીપ મિડવિકેટ પર બે રન લીધા
પાંચમો બોલ- વાઈડ.
પાંચમો બોલ- આશુતોષ શર્માએ ડીપ મિડવિકેટ પર શોટ રમ્યો અને આ વખતે રાહુલ ત્રિપાઠીએ કેચ છોડ્યો.
છઠ્ઠો બોલ- છેલ્લા બોલ પર શશાંક સિંહે લોંગ ઓફ પર સિક્સર ફટકારી, પરંતુ પંજાબ બે રનથી હાર્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. અબ્દુલ સમદે પણ 12 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ કિંગ્સે લક્ષ્‍યનો પીછો કરતા 180 રન બનાવ્યા હતા. પંજાબના ટોચના 3 બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા પરંતુ શશાંક સિંહે 25 બોલમાં અણનમ 46 અને આશુતોષ શર્માએ અણનમ 33 રન બનાવીને પોતાની ટીમને લડત આપવાની તક આપી હતી. સિકંદ રઝાએ 28 રન અને સેમ કુરાને 29 રનનું યોગદાન આપ્યું હતું.

- Advertisement -
- Advertisement -