- Advertisement -

‘મારી એક જ દિશા છે લાઇફમાં… અને તે મારૂ કામ છે’: ટાઇગર શ્રોફના નિવેદનથી ફરી એકવાર દિશા પટની અને ટાઇગર શ્રોફના સંબંધોની ચર્ચાઓ તેજ થઇ

- Advertisement -

બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટનીના સંબંધોની ચર્ચા ઘણા સમયથી ચાલે છે. બંને રિલેશનશિપમાં છે તે ચર્ચાઓ અનેક વાર થઈ ચૂકી છે. થોડા સમય પહેલાં બંનેના બ્રેકઅપની ખબરો પણ સામે આવી હતી. ટાઈગર શ્રોફ કે દિશા પટની હૈ અત્યાર સુધીમાં તેના રિલેશનશિપને લઈને કોઈ જ ઓફિસિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. તેઓ બંને એકબીજાને સારા મિત્ર જ ગણાવે છે.

- Advertisement -

પરંતુ તાજેતરમાં ટાઈગર શ્રોફે પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને મોટો ખુલાસો કરી દીધો છે.

- Advertisement -

ટાઈગર શ્રોફ તેની આવનારી ફિલ્મ બડે મિયા છોટે મિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન સંબંધીત એક ઇન્ટરવ્યૂમાં ટાઈગર શ્રોફે પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કરી દીધો હતો. ઇન્ટરવ્યૂમાં ટાઇગર શ્રોફને પૂછવામાં આવ્યું કે તેના રિલેશનશિપનું સ્ટેટસ શું છે. ટાઈગરને પૂછવામાં આવ્યું કે તમે સિંગલ છો ? તમારી લાઈફ કઈ દિશામાં જાય છે ? આ વાતના જવાબમાં ટાઈગર એ કહ્યું કે, મારી એક જ દિશા છે લાઇફમાં… અને તે મારું કામ છે.. જેને લઈને ફરી એક વખત દિશા પટની અને ટાઈગર શ્રોફના રિલેશનશિપની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

- Advertisement -

જણાવી દઈએ કે ફિલ્મ બડે મિયા છોટે મિયાનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ થયું હતું. આ સમયે પણ અક્ષય કુમાર એ ટાઈગર શ્રોફને દિશાનું નામ લઈને એક સલાહ આપી હતી. અક્ષય કુમાર એ કહ્યું હતું કે તે ટાઈગરને એક જ સલાહ આપવા માંગે છે કે તે એક જ દિશામાં રહે… ત્યાર પછી બંને હસવા લાગ્યા.

જણાવી દઈએ કે હોળી પર પણ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે દિશા પટની જોવા મળી હતી. તેને પોતાના ઈંસ્ટા પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. ટાઈગર શ્રોફ અને દિશા પત્નીના ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ઇન્ટરનેટ પર ચાલી રહી છે. 2022 માં ખબરો આવી હતી કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ ફરી એક વખત ટાઈગર અને દિશા એકબીજાની સાથે દેખાવા લાગ્યા છે.

- Advertisement -
- Advertisement -