- Advertisement -

કંગના નેતા બની તો શેખર સુમનના ટાંટિયા ધ્રૂજવા લાગ્યા

- Advertisement -

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. તે BJPની ટિકિટ પર હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડી રહી છે. કંગના, તેના સ્પષ્ટવક્તા નિવેદનો અને વિવાદો માટે જાણીતી છે, તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અધ્યયન સુમન સાથેના તેના ખૂબ જ ગંદા બ્રેકઅપને કારણે હેડલાઇન્સ પણ બની હતી. આ એ સમય હતો જ્યારે બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

- Advertisement -

અધ્યયનના પિતા શેખર સુમને પણ કંગના વિશે ખરાબ વાત કરી હતી. પણ હવે અચાનક શેખર સુમનના શબ્દો બદલાઈ ગયા.

- Advertisement -

જ્યારે પિતા-પુત્રએ એક સમયે કંગના રનૌતને ‘કોકેન’ લેતી અને ‘બ્લેક મેજિક’ કરતી અભિનેત્રી કહી હતી, ત્યારે હવે એક નવા ઈન્ટરવ્યુમાં શેખર સુમને કહ્યું છે કે, કંગના સાથે રિલેશનશિપમાં હતો ત્યારે તેનો પુત્ર અધ્યાન ખૂબ જ ખુશ હતો. પિતા-પુત્રની આ જોડી ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ ‘હીરામંડી’માં જોવા મળશે.

- Advertisement -

શેખર સુમને કંગના રનૌત અને તેના પુત્ર અધ્યયન સુમન વચ્ચેના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, હવે કોઈ અણબનાવ કે ખરાબ લાગણીઓ નથી. એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, ‘ઉત્સવ’ અભિનેતાએ કહ્યું, ‘આપણે બધા જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થઈએ છીએ. આજે જે યોગ્ય લાગે છે, શક્ય છે કે તે કાલે યોગ્ય ન લાગે અને તેનાથી ઊલટું પણ થઇ શકે. કોઈ પણ સંબંધ રાખીને તેને તોડીને આગળ વધવા માંગતું નથી. દરેક યુગલ તેમના સંબંધોમાં સ્થિરતા ઇચ્છે છે, કારણ કે તે ઊંડા અને પવિત્ર છે.’

61 વર્ષીય અભિનેતાએ પુત્ર અધ્યયન અને કંગના વચ્ચેના નિષ્ફળ સંબંધો માટે ભાગ્યને જવાબદાર ઠેરવ્યું અને ભાર મૂક્યો કે, દરેક વ્યક્તિએ તેમના ભૂતકાળના સંબંધોને પ્રેમથી જોવું જોઈએ. તે કહે છે, ‘નસીબની ઘણી ભૂમિકાઓ છે અને તમારે ભાગ્યને અનુસરવું પડશે. કંગના અને અધ્યાન જ્યારે સાથે હતા ત્યારે ખુશ હતા અને અલગ-અલગ રસ્તે ગયા હતા. આ થવાનું જ હતું. તેથી એકબીજા પ્રત્યે કોઈ ખરાબ લાગણી અને દુશ્મનીની લાગણી નથી. કેટલીકવાર વસ્તુઓ ગુસ્સાથી થાય છે, પરંતુ વ્યક્તિએ પ્રેમથી પાછળ જોવું જોઈએ

આ સાથે શેખર સુમને પ્રસિદ્ધ કવિ અને ગીતકાર સાહિર લુધિયાનવીની કેટલીક પંક્તિઓ પણ સંભળાવી હતી અને કહ્યું હતું કે, ‘વો અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકીન, ઉસે એક ખુબસુરત મોડ દેકર છોડ દેના અચ્છા.’

જ્યારે શેખરને કંગનાના રાજકારણમાં જોડાવા અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘અમે તેના વિશે વધુ વિચારતા નથી. ન તો પરિવાર કે ન અધ્યયન. તેમના જીવનનો એક તબક્કો હતો. ટિપ્પણી કરવા અને ન્યાય કરવા માટે આપણે કોણ છીએ? અમે અમારા રસ્તા પર છીએ. દરેક વ્યક્તિ પોતાની ખુશી અને સંતોષ માટે કામ કરે છે. આ સાચું છે કે આ ખોટું છે… ફરી ફરીને આંગળી ચીંધવાનો કોઈ અર્થ નથી.’

કંગના અને અધ્યાયનના બ્રેકઅપની ખૂબ ચર્ચા થઈ હતી. શેખર ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરતો હતો અને કંગનાનું નામ લીધા વગર તેની ખૂબ ટીકા કરતો હતો. તેણે ટ્વિટમાં તેને ‘કોકેન લેતી અભિનેત્રી’ પણ કહી. તેણે બોક્સ ઓફિસ પર ‘સિમરન’ (કંગનાની ફિલ્મ)ની નિષ્ફળતા પર પણ નિશાન સાધ્યું અને કહ્યું, ‘આટલો બધો હંગામો… આટલો ઘોંઘાટ… પરિણામ? પર્વત ખોદ્યો… નીકળ્યો ઉંદર? આ સિવાય જ્યારે કંગનાએ તેના શોમાં કરણ જોહર પર નેપોટિઝમ પર નિશાન સાધ્યું હતું, ત્યારે શેખર સુમને પણ ટ્વિટ કર્યું હતું કે, ‘ખરાબ મોં… ખરાબ અંગ્રેજી… ખરાબ એક્ટિંગ… ખરાબ વર્તન.’

શેખર સુમન જ નહીં, તેના પુત્ર અધ્યાયને પણ કંગના પર ઘણા આરોપો લગાવ્યા હતા. એવું પણ કહેવાતું હતું કે, તે સંબંધમાં ગાળો આપતી હતી ખરાબ વર્તન કરતી હતી અને ‘બ્લેક મેજિક’ કરતી હતી. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં શેખરે કહ્યું હતું કે, ‘હું દરેક ક્ષણથી વાકેફ હતો, પરંતુ મેં ક્યારેય કંગના સાથે વાત કરી નથી. આ તેની લડાઈ છે અને તેણે લડવું પડશે. હું માત્ર શક્તિ આપી શકતો હતો.’

શેખર શેખરે વધુમાં જણાવ્યું હતું કે, તે ક્યારેય કંગના સાથે અધ્યાયનના સંબંધોની વિરુદ્ધમાં નહોતો અને આ વિવાદ માટે બંનેમાંથી કોઈને પણ દોષી ઠેરવી શકાય નહીં. તેણે કહ્યું, ‘મને લાગે છે કે આ જીવનનો એક તબક્કો છે. કેટલીકવાર તમે તમારા પ્રથમ સંબંધમાં સફળ છો અને કેટલીકવાર તમે નથી.’ અહીં તમને જણાવી દઈએ કે, ‘હીરામંડી’માં શેખર અને તેનો પુત્ર અધ્યાયન બંને સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

- Advertisement -
- Advertisement -