- Advertisement -

4 નહીં 8 ખેલાડીઓને રિટેન કરવા માગે છે ફ્રેન્ચાઇઝીઓ, 16 એપ્રિલના રોજ થશે મિટિંગ

- Advertisement -

હાલ દેશમાં આઈપીએલ 2024નું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ 2025 પહેલા વર્ષના અંતે મેગા ઓકશન થવાનું છે. ત્યારે આ મેગા ઓક્શન પર કેટલા ખેલાડીઓને રિટેન કરવા તે અંગે એક રિપોર્ટ સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની રિટેન કરવાની સંખ્યામાં ચેન્જ કરવા માગે છે. આ મિટિંગ 16 એપ્રિલના રોજ થશે.

- Advertisement -

IPL 2025ના મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ 4ના બદલે 8 ખેલાડીઓને રિટેન કરવાની માંગ કરી રહી છે. છેલ્લે વર્ષ 2022માં જ્યારે મેગા ઓક્શન કરવામાં આવ્યું ત્યારે એક ટીમ વધુમાં વધુ 4 ખેલાડીઓ રિટેન કરી શકતી હતી, જેમાં મહત્તમ 3 ભારતીય ખેલાડી અને 2 વિદેશી ખેલાડી સામેલ થઈ શકતા હતા.

- Advertisement -

છેલ્લા મેગા ઓક્શનમાં ચાર ખેલાડીઓ રિટેન કરવાની પરમિશન આપવામાં આવી હતી અને એક ખેલાડીને રાઈટ ટૂ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને પરત ખરીદી શકાતો હતો. જેથી ફ્રેન્ચાઇઝીને કુલ પાંચ ખેલાડીને ટીમમાં રાખવાની તક મળતી હતી.

- Advertisement -
- Advertisement -