- Advertisement -

આ ખેલાડીએ 4 શબ્દની એવી શું પોસ્ટ કરી કે, પાકિસ્તાન ક્રિકેટમાં આવી ગયો ભૂકંપ, જાણો વિવાદ

- Advertisement -

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડના સામે થવા જઈ રહેલી 5 મેચોની ટી20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાની ટીમને જૂનમાં જ ટી20 વર્લ્ડ કપ 2024 પણ રમ્યો હતો. તેને જ જોતા ટીમમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમાં ગણા જુના ચહેરાની પણ વાપસી થઈ છે.

- Advertisement -

મેચ ફિક્સિંગ મામલામાં સજા ભોગવી ચુકેલા મોહમ્મદ આમિરની ટીમમાં વાપસી થઈ ગઈ છે.

- Advertisement -

ત્યાં જ ઈમાદ વસીમને પણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે બન્ને પ્લેયર સંન્યાસ લઈ ચુક્યા હતા પરંતુ હવે બન્નેએ સન્યાસ તોડી નાખ્યો છે. પાકિસ્તાન ટીમની કેપ્ટન્સી બાબર આઝમ કરશે.

- Advertisement -

હફીઝ-ઈમાદના ટીમમાં આવવાથી હફીઝ નારાજ
આ ટીમની જાહેરાત બાદ પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ મચી ગયો છે. ઘણા ફેન્સ અને દિગ્ગજ હફીઝની વાતથી સહમત જોવા મળ્યો તો અમુકે આલોચના કરી છે.

હકીકતે હફીઝે એક પર એક પોસ્ટ શેર કરી છે જેમાં ફક્ત 4 જ શબ્દ લખ્યા છે. આ પૂર્વ ઓલરાઉન્ડરે લખ્યું, #RIP પાકિસ્તાન ઘરેલુ ક્રિકેટ. આ પોસ્ટ દ્વારા હફીઝે કટાક્ષ કરતા કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટની આત્માને શાંતિ મળે.

આ પોસ્ટ દ્વારા હફીઝે પાકિસ્તાનની ટીમમાં મોહમ્મદ આમિક અને ઈમાદ વસીમની ડાયરેક્ટ વાપસી પર નારાજગી વ્યક્ત કરી છે. તે પોતાની પોસ્ટ દ્વારા કહેવા માંગતા હતા કે પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શન કરનાર ખેલાડીઓને સાઈડ કરવામાં આવ્યા છે.

મેચ ફિક્સિંગ મામલામાં સજા ભોગવી ચુક્યા છે આમિર
31 વર્ષના આમિરે પણ હાલમાં રિટાયરમેન્ટ પરત લેવાની જાહેરાત કરી હતી. મોહમ્મદ આમિક પાકિસ્તાન માટે છેલ્લી વખત ટી20 ઈન્ટરનેશનલ રમતા જોવામાં આવ્યા હતા. આ મેચ ઈંગ્લેન્ડ સામે 30 ઓગસ્ટ 2020એ રમાઈ હતી.

સલમાન બટ, મોહમ્મદ આસિફની સાથે આમિરને 2010માં પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે સ્પોટ ફિક્સિંગ માટે બેનનો સામનો કરવો પડ્યો હતો. સજા કાપવા અને 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપાસી છતાં આમિર ક્રિકેટમાં વિવાદાસ્પદ બની રહ્યા.

- Advertisement -
- Advertisement -