- Advertisement -

કોહલી સાથેનો ફોટો પોસ્ટ કર્યા પછી યુઝવેન્દ્ર ચહલના ફોલોઅર્સ વધ્યા ?

- Advertisement -
  • સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે યુઝવેન્દ્ર ચહલના ફોલોઅર્સ વધ્યા
  • યુઝવેન્દ્ર ચહલ IPL 2024માં પર્પલ કેપની રેસમાં સતત આગળ છે
  • બીજી તરફ, વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપના આગળ છે

કોહલી અને ચહલને લઈને ખૂબ જ રસપ્રદ દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝવેન્દ્ર ચહલના ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સાથેનો ફોટો પોસ્ટ કરતાની સાથે જ તેના 10 મિલિયન ફોલોઅર્સ વધી ગયા.

- Advertisement -

પરંતુ શું આ દાવામાં ખરેખર સત્ય છે? તો ચાલો સમજીએ શું છે સમગ્ર મામલો.

- Advertisement -

ભાઈચારો આવ્યો પસંદ

- Advertisement -

રવિવાર, 06 એપ્રિલના રોજ, IPL 2024ની 19મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલી સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. મેચમાં બ્રેક દરમિયાન ચહલ કોહલીના બેટને સ્વિંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આરસીબી બેટિંગ કરી રહ્યું હતું અને રાજસ્થાન બોલિંગ કરી રહ્યું હતું. ચાહલ અને કોહલીનો આ ભાઈચારો ચાહકોને ખૂબ પસંદ આવ્યો.

તમે હંમેશ મોટાભાઈ રહેશો

આ મેચ બાદ ચહલે વિરાટ કોહલી સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટોમાં ચહલ કોહલીની કમરની આસપાસ જોવા મળી રહ્યો છે અને કોહલી સ્પિનરની ગરદનની ફરતે હાથ બાંધેલો જોવા મળી રહ્યો છે. ચહલે આ ફોટાને ખૂબ જ સુંદર કેપ્શન આપ્યું અને લખ્યું,તમે હંમેશા મારા વિરાટ ભૈયા રહેશો.

==” target=”_blank”>

====” target=”_blank”>

આ દાવો ખોટો છે

આ ફોટા પછી જ દાવાઓ થવા લાગ્યા કે 2-3 દિવસમાં ચહલના ફોલોઅર્સની સંખ્યા 10 મિલિયન વધી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરે પોતાની પોસ્ટમાં બે ફોટો શેર કર્યા છે આ ફોટા પર દાવા સાથે લખવામાં આવ્યું હતું કે ચહલના ફોલોઅર્સ 10 મિલિયન વધી ગયા કે તરત જ તેણે કોહલી સાથે તેની પ્રોફાઇલ પિક્ચર અપડેટ કર્યું.

- Advertisement -
- Advertisement -