- Advertisement -

ખજૂર ખાવામાં ન કરતાં આ ભૂલો નહીંતર વજન વધશે એ પાક્કું, અપચો પહેલું લક્ષણ

- Advertisement -

રિફાઈન્ડ શુગરનો સૌથી સારો વિકલ્પ છે ખજૂર
ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે
ખજૂરનું વધુ સેવન કરવાથી હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે
ખજૂરને રિફાઈન્ડ શુગરનો સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. અનેક લોકો ખજૂરનો મિઠાઈ તરીકે ઉપયોગ કરે છે. અનેક લોકો દરરોજ એકલી ખજૂર ખાતા હોય છે. હેલ્થ માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ હોય છે.

- Advertisement -

ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. ખજૂરનું વધુ સેવન કરવાને કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

- Advertisement -

ખજૂરમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજતત્ત્વો હોય છે, જેથી હાડકાં મજબૂત બને છે. ખજૂરમાં રહેલ પોટેશિયમથી બ્લડડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્ધી રહે ઠે. 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બ્સ, 7 ગ્રામ ફાઈબર અને 2 ગ્રામ પ્રોટીન હોય છે. ખજૂરનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. 100 ગ્રામ ખજૂરમાં 280 કેલરી હોય છે.

- Advertisement -

ખજૂરનું વધુ સેવન કરવાને કારણે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. જેથી વજન વધી શકે છે, જેના કારણે અપચો થઈ શકે છે. પ્રોસેસ્ડ ખજૂરનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. પ્રોસેસ્ડ ખજૂરમાં વધુ પ્રમાણમાં શુગર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. નિષ્ણાંતો અનુસાર તમામ લોકોના શરીરની રચના અને દિનચર્યા અલગ અલગ હોય છે. આ કારણોસર ડોકટરની સલાહ અનુસાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

બાળકો માટે પણ ખજૂર ગુણકારી છે
ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન (આયર્ન) અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમણે દરરોજ એક ખજૂર ખાવી જોઈએ. દરરોજ 2 થી 3 મહિના સુધી ખજૂર ખાવાથી ફાયદો થઈ શકે છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -