- Advertisement -

ઉગેલા બટેટા ખાવાથી શરીર બની જાશે રોગોનું ઘર, જાણો આવા બટેટા ખાવાના નુકસાન વિશે

- Advertisement -

ઉનાળાની શરૂઆત થાય એટલે કેટલીક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. જેમકે ઘરમાં રાખેલા બટેટા વપરાય તે પહેલા જ અંકુરિત થવા લાગે છે એટલે કે ઉગવા લાગે છે. મોટાભાગના લોકો આ રીતે ઉગેલા બટેટાને પણ ઉપયોગમાં લઈ લેતા હોય છે. આમ તો બટેટા ખાવાથી કાંઈ નુકસાન થતું નથી પરંતુ ઉગેલા બટેટા ખાવાથી નુકસાન ચોક્કસથી થાય છે. કેટલાક અનાજ એવા હોય છે જે ઉગી જાય એટલે કે અંકુરિત થાય પછી ખાવાથી વધારે ફાયદો થાય છે.

- Advertisement -

પરંતુ જો તમે અંકુરિત બટેટા ખાવ છો તો ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે.

- Advertisement -

ફણગાવેલા બગટેટા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ઉગી ગયેલા બટેટા શરીરને ઘણા બધા નુકસાન કરે છે કારણ કે તેમાં ઘણા બધા પ્રકારના ટોક્સિન વધી જાય છે. સાથે જ તેમાં એસિડનું પ્રમાણ પણ વધી જાય છે.

- Advertisement -

ઉગેલા બટેટા ખાવાથી થતા નુકસાન

ઉગેલા બટેટામાં સોનાનીન અને ચાકોનીન નામના બે ખતરનાક એસિડ હોય છે. બટેટામાં કુદરતી રીતે જ આ એસિડ હોય છે પરંતુ જ્યારે બટેટા ઉગી જાય છે તો તેનું પ્રમાણ વધી જાય છે. ઉગેલા બટેટા ખાવાથી આ બંને એસિડના કારણે પેટમાં દુખાવો, ઉલટી, માથામાં દુખાવો, ચક્કર આવવા અને તાવ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

મોટાભાગના લોકો ઉગેલા બટેટાને પણ ઉપયોગમાં લેતા હોય છે પરંતુ ઉગેલા બટેટા પૌષ્ટિક નથી હોતા. જેમ જેમ બટેટા ઉગતા જાય છે તેમ તેના પોષક તત્વોનો નાશ થવા લાગે છે. બટેટા ઉગી જાય તો તેના સ્વાદમાં પણ ફરક પડી જાય છે.

બટેટાનો સ્વાદ સામાન્ય બટેટા કરતા થોડો કડવો થઈ જાય છે. આવા બટેટા ઝડપથી કુક પણ નથી થતા. રિસર્ચ અનુસાર ઉગેલા બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ પણ વધી જાય છે. એટલે કે આ બટેટા બ્લડ શુગર લેવલને પણ ઝડપથી વધારી શકે છે..

ઉગેલા બટેટા ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઉગેલા બટેટાનું પાચન પણ મુશ્કેલ હોય છે જો આ બટેટાનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો જમ્યા પછી પેટ ફુલવું, અપચો અને એસિડિટી પણ થઈ શકે છે. ઉગેલા બટેટા એલર્જીનું કારણ પણ બની શકે છે.

જો તમે બટેટા વધારે લઈને સ્ટોર કરીને રાખતા હોય અને તેને અંકુરિત થવાથી બચાવવા હોય તો બટેટાને હંમેશા ખુલ્લા કરીને ઠંડી અને અંધારાવાળી જગ્યામાં રાખો. બટેટાને ક્યારેય પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા નહીં અને ફ્રિજમાં પણ રાખવા નહીં. આ રીતે સાચવશો તો બટેટા ઝડપથી ઉગશે નહીં.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -