- Advertisement -

IPL 2024: Hardik થયો ઈજાગ્રસ્ત? MIની સાથે ટીમ ઈન્ડિયાને પણ ઝટકો!

- Advertisement -

T20 વર્લ્ડકપમાં ખેલાડીને થશે નુકસાન
આવનારા મહિને થઈ શકે છે ટી20 વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી
વનડે વર્લ્ડકપમાં પણ ઈજાગ્રસ્ત રહ્યા હતા પંડ્યા
આઈપીએલ 2024ની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પંડ્યા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયા છે. તે વનડે વિશ્વકપ સમયે પણ ઈજાગ્રસ્ત રહ્યો હતો પણ લાંબા સમય બાદ આઈપીએલમાં વાપસી માટે સફળ રહ્યા છે.

- Advertisement -

હવે આઈપીએલની સાથે પંડ્યાએ ફરીથી ઈજાગ્રસ્ત થવાનો દાવો કર્યો છે. હાર્દિક સાચે જ ઈજાગ્ર્સત છે તો તેની અસર મુંબઈ ઈન્ડિયન્સની સાથે સાથે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ પણ વધારી શકે છે.

- Advertisement -

ટીમ ઈન્ડિયા માટે પણ ખરાબ સમાચાર

- Advertisement -

આવનારા મહિનાના પહેલા અઠવાડિયામાં આઈસીસી ટી20 વિશ્વકપ 2024ને માટે બીસીસીઆઈ ભારતીય ટીમ માટે સ્ક્વોડની જાહેરાત કરી શકે છે. એવામાં જો પંડ્યા ઈજાગ્રસ્ત છે તો ટીમ ઈન્ડિયામાંથી તેમનું નામ બાકાત થઈ શકે છે. આ સાથે જ ભારતીય ટીમને પણ મોટો ઝટકો લાગી શકે છે. પંડ્યા સારી બેટિંગ માટે જાણીતા છે. આરસીબીની સામે તેઓએ 6 બોલમાં 3 સિક્સની મદદથી 21 રન બનાવી દીધા હતા. ટીમ ઈન્ડિયાને વિશ્વકપ માટે આ પ્રકારના ખેલાડીઓની જરૂર છે. આઈપીએલની વચ્ચે ન્યૂઝીલેન્ડના પૂર્વ બોલર સાઈમન ડોલે પંડ્યાના ઈજાગ્રસ્ત હોવાનો જાવો કર્યો છે.

સાઈમને શું કહ્યું

સાઈમને કહ્યું કે હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2024ની પહેલી મેચમાં 3 ઓવરની બોલિંગ કરી હતી. બીજી મેચમાં તેઓએ 4 ઓવરની બોલિંગ કરી પણ સાથે જ ત્રીજા અને ચોથા મેચમાં તેઓએ એક પણ ઓવરની બોલિંગ કરી નથી. પાંચમી મેચમાં તેઓએ ફક્ત એક ઓવરની બોલિંગ કરી. તેના પરથી નક્કી થાય છે કે તે ઈજાગ્રસ્ત છે. આમ છતાં તે રમી રહ્યા છે. જો તે ફિટ હોત તો બોલિંગ માટે આવત.

પંડ્યાને થઈ શકે છે નુકસાન

પંડ્યા ઈજાગ્રસ્ત છે તો ટી20 વિશ્વ કપના સ્ક્વોડમાં સામેલ થઈ શકશે નહીં. ઈજા હાર્દિક માટે કાળ બની રહ્યો છે. ઈજાના કારણે વનડે વિશ્વ કપથી બહાર થયા છે. પછી ઓસ્ટ્રેલિયાની સામે સીરીઝથી બહાર થયા છે. આ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસથી બહાર રહ્યા. ભારતમાં અફઘાનિસ્તાનની સામે ટી20 સીરીઝથી બહાર રહ્યા. આ સિવાય આઈપીએલની જાહેરાતથી પહેલા ઈંગ્લેન્ડની સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરીઝથી પણ બહાર રહ્યા છે. પંડ્યા ફરીથી ઈજાગ્રસ્ત થવાના સમાચારે ફેન્સનું ટેન્શન પણ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -