- Advertisement -

RCB રમશે ફાઈનલ! 2016ની સિઝનનું થઈ રહ્યું છે પુનરાવર્તન, 5 હાર પછી પણ મળશે પ્લેઓફમાં પ્રવેશ?

- Advertisement -

આઈપીએલ 2024 (IPL 2024)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ 6 મેચોમાંથી ફક્ત એક મેચ જ જીતી શકી છે. હાલ આરસીબી (RCB) પોઈન્ટ્સ ટેબલમાં 10મા સ્થાને છે. જો કે, તેમ છતાં આરસીબીની ટીમ ફાઈનલમાં પહોંચી શકે છે. આ પ્રકારનો દાવો ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

આઈપીએલ 2016માં આરસીબીની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ત્યારે પણ વિરાટ કોહલીની ટીમની શરૂઆત આ વર્ષ જેવી જ હતી. જો કે, ટીમ શાનદાર કમબેક કરતા ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યારે આ વર્ષે પણ આરસીબીના ફેન્સ આ પ્રકાર ચમત્કારની આશા કરી રહ્યા છે અને આજ કારણ છે કે, આરસીબીના ફાઈનલમાં પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

આઈપીએલ 2016માં આરસીબીની ટીમને પ્રથમ સાત મેચમાંથી પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ત્યારબાદ આરસીબી બાકીની સાત મેચોમાંથી 6 મેચમાં જીત મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. આ સિઝનમાં પણ આરસીબી 6 મેચોમાંથી ફક્ત એક મેચમાં જ જીત મેળવી શકી છે. એવામાં ફેન્સ દાવો કરી રહ્યા છે કે, આ ટીમ 2016 જેવું ચમત્કાર કરીને ફાઈનલમાં એન્ટ્રી કરશે.

- Advertisement -
- Advertisement -