- Advertisement -

મે મહિનામાં હનીમૂન માટે આનાથી બેસ્ટ ડેસ્ટિનેશન તમને નહીં મળે, જલ્દી બુકિંગ કરાવો

- Advertisement -

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્ન પછી હનીમૂન પર જવાનું દરેક કપલનું સપનું હોય છે. જ્યાં તમે ખુલીને એન્જોય કરી શકો છો, એકબીજાને સમય આપી શકો. જો તમે લગ્ન પછી પહેલીવાર તમારા પાર્ટનરની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ ભારતમાં કેટલાક બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન.

- Advertisement -

જ્યાં ઉનાળામાં વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે.

- Advertisement -

ડેલહાઉસી
હિમાચલ પ્રદેશની સુંદર ખીણોમાં હનીમૂન પર જવાની વાત આવે છે, ત્યારે આખી દુનિયા શિમલા, ધર્મશાલા કે કુલ્લુ-મનાલીની વાત કરે છે, પરંતુ જો તમે મે મહિનાની આકરી ગરમીથી દૂર હિમાલયની સુંદર ખીણોમાં હનીમૂન મનાવવા માંગો છો તો પછી તમારે ડેલહાઉસી પહોંચી જવું જોઈએ. દરિયાઈ સપાટીથી છ હજાર ફૂટથી પણ વધુની ઊંચાઈ પર આવેલું ડેલહાઉસી કપલ્સ માટે કોઈ જન્નતથી ઓછું નથી. ડેલહાઉસીમાં આવેલા ઊંચા-ઊંચા પર્વતો, ગાઢ જંગલો, વૃક્ષો અને તળાવો-ધોધ તમારા હનીમૂનને આકર્ષક બનાવી શકે છે. ડેલહાઉસીમાં તમે પાર્ટનરની સાથે ખજ્જિયાર, પંચપુલા વોટરફોલ, ગંજી પહાડ અને સતધારા ડેમ જેવા અદ્ભુત સ્થળોની મુલાકાત કરી શકો છો.

- Advertisement -

ચકરાતા
ઉત્તરાખંડની સુંદર ખીણોમાં ઘણી અદ્ભુત અને રોમેન્ટિક જગ્યાઓ આવેલી છે, જ્યાં ફરવા જવાનું સપનું લગભગ દરેક કપલ્સનું હોય છે. ઘણા કપલ્સ હનીમૂન માટે મસૂરી, નૈનીતાલ અથવા મુનશિયારી જેવા સ્થળોએ પહોંચતા રહે છે. ઉત્તરાખંડમાં આવેલું ચકરાતા પણ એક એવું હિલ સ્ટેશન છે, જે પ્રકૃતિ પ્રેમી કપલ્સ માટે કોઈ સુંદર સ્વર્ગથી ઓછું નથી. જો તમે ભીડથી દૂર હનીમૂન મનાવવા માંગો છો, તો ચકરાતા તમારા માટે બેસ્ટ પ્લેસ બની શકે છે. ચકરાતામાં તમે કનાસર, ટાઈગર ફોલ્સ અને દેવબન જેવા આકર્ષક સ્થળોએ પાર્ટનરની સાથે જોઈ શકો છો.

યુસમર્ગ
મે મહિનાની આકરી ગરમીમાં ઠંડા હવામાનની વચ્ચે હનીમૂન મનાવવાની વાત હોય અને જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ ન થાય, તેવું ખૂબ જ ઓછું જોવા મળે છે. જોકે, પહેલગામ, સોનમર્ગ અથવા ગુલમર્ગમાં ઘણા કપલ્સ હનીમૂન માટે આવતા રહે છે, પરંતુ યુસમર્ગ પણ બેસ્ટ સ્થળ છે. પીર પંજાલ પહાડીઓની વચ્ચે આવેલું યુસમર્ગ તેની સુંદરતાની સાથે-સાથે મનમોહક દ્રશ્યો માટે પણ ફેમસ છે. મે મહિનાની આકરી ગરમીમાં પણ અહીંનું તાપમાન 15°Cથી 20°C ની વચ્ચે રહે છે. યુસમર્ગમાં તમે ટ્રેકિંગ અને હાઇકિંગનો આનંદ માણી શકો છો અને સાથે જ યાદગાર ફોટોગ્રાફી પણ કરી શકો છો.

ગંગટોક
જો તમે નોર્થ ઈસ્ટ ઈન્ડિયાની સુંદર ખીણોમાં હનીમૂન પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગંગટોકથી વધુ સારી જગ્યા તમને નહીં મળે. તે નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં સૌથી સુંદર અને રોમેન્ટિક હિલ સ્ટેશનોમાંથી એક છે. સમુદ્ર સપાટીથી પાંચ હજારથી પણ વધુ ફૂટની ઉંચાઈ પર આવેલું ગંગટોક ઉત્તર-પૂર્વીય હિમાલયની શાન છે. અહીં દર મહિને હજારો કપલ્સ હનીમૂન મનાવવા માટે આવે છે. ગંગટોકમાં તમે નાથુલા પાસ, તાશી વ્યુ પોઈન્ટ, રેશી હોટ સ્પ્રીંગ્સ અને સેવન સિસ્ટર્સ વોટરફોલ જેવા અદ્ભુત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

- Advertisement -
- Advertisement -