- Advertisement -

લિવ-ઇન રિલેશનશિપ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે? જાણો તેના ફાયદા અને ગેરફાયદા

- Advertisement -

હાલમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે, આજકાલ ઘણા યુવા કપલ પણ લિવ-ઇનમાં રહી રહ્યા છે. ત્યારે હાલમાં આ વિષય પર ચર્ચાએ જોર પકડ્યું છે, તેનું કારણ છે ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાન. તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા, લગ્ન પહેલા છોકરાઓ અને છોકરીઓનું સાથે રહેવું યોગ્ય ઠેરવ્યું. આ પોસ્ટ બાદ તેના કેટલાક સમકાલીન કલાકારોએ નારાજગી વ્યક્ત કરી.

- Advertisement -

મુમતાઝ અને સાયરા બાનુને પણ લગ્ન પહેલા સાથે રહેવાની ઝીનતની હિમાયત પસંદ ન આવી. ત્યારે આપણે આજે જાણીએ લે લિવ-ઇન રિલેશનશિપ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે.

- Advertisement -

ઝીનત અમાનની પોસ્ટ

- Advertisement -

ઝીનત અમાને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જો તમે કોઈ સંબંધમાં છો, તો હું ભારપૂર્વક ભલામણ કરું છું કે તમે લગ્ન કરતા પહેલા એક સાથે રહો! આ એ જ સલાહ છે જે મેં હંમેશા મારા દીકરાઓને આપી છે. આ મને સંપૂર્ણપણે લોજિકલ લાગે છે. બે લોકો તેમનો પરિવાર શરૂ કરે તે પહેલાં, એ જાણી લો કે તેઓ એક સાથે બેડ અને બાથરૂમ શેર કરી શકે છે કે કેમ? શું એકબીજાના ખરાબ મૂડ સાથે વ્યવહાર કરી શકે છે? શું એ વાત પર સંમત છો કે રોજ રાતે જમવામાં શું ખાવું જોઈએ? જોકે હું જાણું છું કે ભારતીય સમાજ આ બાબતે ખૂબ જ કડક છે.

હવે જાણીએ લિવ-ઇન રિલેશનશિપના ફાયદા

પરંપરાગત લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપ લવચીકતા અને સ્વતંત્રતા પ્રદાન કરે છે, જે કેટલાક લોકો માટે માનસિક રીતે સારી સાબિત થાય છે.
ઇમોશનલ સપોર્ટ – એક સાથે રહેવાથી તેમને ઇમોશનલ સપોર્ટ મળે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
જવાબદારીઓ વહેંચાઈ જાય છે – જ્યારે બે લોકો એક સાથે રહે છે, ત્યારે જવાબદારીઓ વહેંચાઈ જાય છે, જેમ કે વીજળી બિલ, રાશન વગેરે માટે કોઈ એક પર ભાર નથી આવતો, જે તણાવ ઘટાડે છે અને તંદુરસ્ત જીવનને પ્રોત્સાહન આપે છે.
ઊંડી સમજણ – એક સાથે રહેવાથી તમે તમારા પાર્ટનરની આદતો અને સ્વભાવને વધુ સારી રીતે સમજી શકો છો અને તેમની સાથે એડજસ્ટ થઈ શકો છો.

હનીમૂન પર જાઓ તો આ 5 બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર હસતું-ખેલતું દાંપત્ય જીવન થઇ જશે બરબાદ

લિવ-ઇન રિલેશનશિપના નુકસાન

સામાજિક માન્યતાનો અભાવ
કાનૂની અથવા સામાજિક માળખાનો અભાવ
સામાજિક દબાણ ઘણું હોય છે
કમિટમેન્ટ જેવી ચિંતાઓ
નાણાકીય સમસ્યાઓ

- Advertisement -
- Advertisement -