- Advertisement -

શું તમે પણ પહેલી વખત કેદારનાથ ધામની યાત્રા કરવા જઈ રહ્યા છો, તો આ વાત જરુર ધ્યાન રાખો

- Advertisement -

કેદારનાથ શિવ ભક્તોનું સૌથી ફેવરિટ સ્થળ છે. અહિ આસ્થાની સાથે -સાથે પ્રાકૃતિક સુંદરતાનો પણ શાનદાર નજારો જોવા મળતો હોય છે. દરેક લોકોનું સપનું બની ગયું છે કે, તેના પરિવાર સાથે કે પછી મિત્રો સાથે કેદારનાથ ધામના દર્શન કરે.અખાત્રિત્રીજના દિવસે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. આ સાથે યમુનોત્રી માટે યાત્રા પણ શરુ થઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે, બદ્રીનાથના કપાટ 12 મેના રોજ ખુલશે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, કેદારનાથની યાત્રા હરિદ્વાર કે પછી ઋષિકેશથી થાય છે. તમારે પહેલા ટ્રેન દ્વારા હરિદ્વાર જવાનું રહેશે. ત્યારબાદ તમે ટેક્સી પણ બુક કરાવી શકો છો.હરિદ્વારથી સોનપ્રયાગ 235 કિલોમીટર થાય છે. તો સોનપ્રયાગથી ગૌરકુંડ 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અહિ તમે ટેક્સી કે પછી બસ દ્વારા પહોંચી શકો છો.

- Advertisement -

ત્યારબાદ તમારી યાત્રા 16 કિલોમીટરની શરુ થાય છે. હવે તો હવાઈ યાત્રા પણ શરુ થઈ ચુકી છે તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકીટ પણ બુક કરાવી શકો છો

- Advertisement -

જો તમે પહેલી વખત કેદારનાથની યાત્રા પર જઈ રહ્યા છો તો આ વાત ખાસ ધ્યાન રાખો. 1.પર્યટન વિભાગની વેબાસાઈટ પર રજીસ્ટ્રેશન કરો2. આ યાત્રામાં જતા પહેલા ગરમ કપડાંની બેગ પેક કરી લો3.ટોપી, શાલ ,સ્વેટર,ગ્લબ્સ સાથે રાખો, 4.શુગર, બ્લડ પ્રેશરની તેમજ જો તમને કોઈ અન્ય બીમારી છે તો એ દવા પણ સાથે રાખો

5.ખાસ વાત પહાડોમાં એટીએમ, ડિજીટલ પેમેન્ટ કામ ક્યારેક ન પણ કરી શકે, તો રોકડ રકમ જરુર રાખો 6.આ યાત્રામાં અંદાજે 5 હજારનો ખર્ચ થાય છે,7.આ યાત્રામાં જતા પહેલા તમે પહેલાથી સંપુર્ણ આયોજન કરી લો. તેમજ જરુરી બુકિંગ પણ પહેલાથી જ કરી લો કારણ કે, ત્યારબાદ તમે શાંતિથી આ યાત્રા કરી શકશો. વરસાદથી બચવા માટે રેઈન કોટ, અને છત્રી પણ જરુર સાથે રાખો.

- Advertisement -
- Advertisement -