- Advertisement -

અમદાવાદમાં કપલ્સના ફરવા માટે પરફેક્ટ છે આ 3 સ્થળ, સમય ક્યારે નીકળી જશે ખ્યાલ જ નહીં આવે

- Advertisement -

ઉનાળામાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. આ સમયે ઘરમાંથી નીકળવાનું મન તો નથી થતું પરંતુ બાળકોને શાળા-કોલેજમાં રજાઓ આ સમયે જ હોય છે તેથી વેકેશનમાં ફરવા જવાનું આ સીઝનમાં જ થાય છે. ગરમીના દિવસોમાં ફરવા જવાનું હોય તો લોકો નજીકમાં આવેલી એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં ગરમી પણ ઓછી હોય. ત્યારે અમે આપને અમદાવાદમાં આવેલા કેટલાક સ્થળો વિશે જણાવીશું, જ્યાં તમે તમારા પાર્ટનરને લઈ જઈ શકો છો.

- Advertisement -

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
પાર્ટનરની સાથે સાંજના સમયે સુકુનની પળો વિતાવવા માંગો છો, તો તમે અહીં જઈ શકો છો. રોમેન્ટિક પળો વિતાવવા માટે આ અમદાવાદનું સૌથી બેસ્ટ સ્થળ છે. સાંજના સમયે નદી કિનારે થતી પીળી લાઈટો અને પાણીનો અવાજ તમારા એક દિવસની ટ્રિપને મજેદાર બનાવી દેશે. અહીં તમે કલાકો સુધી તમારા પાર્ટનરની સાથે બેસીને વાત કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારા પાર્ટનર સાથે અહીં મોટરબોટ રાઈડનો આનંદ પણ માણી શકો છો.

- Advertisement -

સ્થળ- સાબરમતી રિવરફ્રન્ટ વોકવે ઈસ્ટ, લાલ દરવાજા, અમદાવાદ
સમય- રિવરફ્રન્ટ સવારે 9:00 વાગ્યાથી રાત્રીના 9:00 વાગ્યા સુધી દરરોજ ખુલ્લો રહે છે.
એન્ટ્રી ફી- કોઈ એન્ટ્રી ફી નથી.

- Advertisement -

સરખેજ રોજા, અમદાવાદ
આ એક એવી જગ્યા છે, જ્યાં સાંજનો નજારો જોઈને તમને એવું લાગશે કે તમે કોઈ સોનાની ઈમારત જોઈ રહ્યા છો. જોકે, આ સોનેરી રંગની ઈમારત કોઈ રોમેન્ટિક જગ્યા નથી, પરંતુ તે એક મસ્જિદ છે જે ફારસી અને મુઘલ ડિઝાઈનવાળી તેની શાનદાર વાસ્તુકલા સુંદરતા માટે જાણીતી છે.

સરખેજ રોજાની સુંદરતાને જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. જો તમને પ્રાચીન કલા અને વાસ્તુકલા જોવાનું ગમે છે, તો તમે અહીં જઈ શકો છો. તે ગુજરાતમાં ફરવા માટેના સારા સ્થળોમાંથી એક છે. આ સ્થળની વિશેષતા એ છે કે તેને એક તળાવની આસપાસ બનાવવામાં આવ્યું છે, જે તેની સુંદરતામાં વધારો કરી દે છે.

સ્થળ- પોસ્ટ જીવરાજ પાર્ક, સરખેજ-મકરબા રોડ, મકરબા
સમય- સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી દરરોજ ખુલ્લું રહે છે.
એન્ટ્રી ફી- કોઈ એન્ટ્રી ફી નથી.

લૉ ગાર્ડન નાઈટ માર્કેટ
ઘોંઘાટવાળી જગ્યા પર ફરવા જવા માંગો છો, જ્યાં ખાવા-પીવાની અને કપડાની એકથી એક ચડિયાતી વસ્તુઓ મળે, તો તમે અહીં જઈ શકો છો. સાંજના સમયે રંગબેરંગી રોશની અને કપડાંથી શણગારેલી આ દુકાનો આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. અહીં શોપિંગ કરતી વખતે પાર્ટનરની સાથે કલાકો ક્યારે પસાર થશે તે તમને ખબર પણ નહીં પડે.

- Advertisement -
- Advertisement -