- Advertisement -

બાળકોને પ્લે સ્કૂલમાં મોકલતા પહેલા આટલું અચૂક શીખવો, માતા-પિતા ખાસ ધ્યાન આપે

- Advertisement -

આજના સમયમાં બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવતા પહેલા જ તેમને પ્લે સ્કૂલમાં મોકલવામાં આવે છે, કારણ કે અહીં બાળકને સ્કૂલમાં રહેવાની આદત, લોકો સાથે હળી મળીને રહેવાનું અને વાત કરવાનું શીખવવામાં આવે છે. આ સિવાય આજના સમયમાં મોટાભાગે માતા-પિતા બંને જ વર્કિંગ હોય છે, જેના કારણે તેઓ તેમના બાળકને પ્રી-સ્કૂલમાં મોકલીને નાની ઉંમરમાં જ વધુ શીખવવા માંગે છે, પરંતુ જો તમે તમારા બાળકને પ્લે સ્કૂલમાં મોકલવા જઈ રહ્યા છો, તો તે પહેલા તમારે તમારા બાળકને કેટલીક બેસિક બાબતો શીખવવી ખૂબ જ જરુરી છે.

- Advertisement -

અમે તમને જણાવીશું આવી જ કેટલીક જરુરી બાબતો વિશે.

- Advertisement -

સ્વચ્છતાને લગતી બાબતો શીખવો
નાના બાળકોને સ્વચ્છતાનો મતલબ પણ ખબર હોતી નથી. આવી સ્થિતિમાં તેમને પ્લે સ્કૂલમાં મોકલતા પહેલા ટોયલેટ સીટ પર બેસતા શીખવો. આ સાથે તેમને એ પણ જણાવો કે તેમને ટોયલેટ જવું હોય તો તેમના શિક્ષકને જણાવવાનું છે. સાથે જ એ પણ જણાવો કે કોઈપણ વસ્તુઓ ખાતે પહેલા હાથ ધોવા કેટલા જરૂરી હોય છે. આ નાની-નાની વસ્તુઓ બાળકને જરુર શીખવવી જોઈએ.

- Advertisement -

પરિવારજનોના નામ નંબર
બાળકને તેનું નામ અને માતા-પિતાના નામ ખબર હોવા જોઈએ. આ વસ્તુઓ ખૂબ જ બેસિક હોય છે. જો બાળકો ક્યાંક ગુમ પણ થઈ જાય છે તો તેમને તેમનું નામ અને તેમના માતા-પિતાના નામ ખબર હશે તો પોલીસ માટે ઘણું સરળ બની જાય છે. આવી સ્થિતિમાં નાના બાળકને આ વસ્તુઓ ખૂબ જ નાની ઉંમરમાં જ શીખવી દેવી જોઈએ.

આદર કરતા શીખવો
નાના બાળકને વડીલોનું સન્માન કરતા શીખવો. જો તમારું બાળક વડીલોનું અપમાન કરે તો તમારે તેને તરત જ સમજાવવું જોઈએ. ઘણા પેરેન્ટ્સ હસીને બાળકોની વાતની અવગણના કરે છે. જોકે, આવું ન કરવું જોઈએ. થેંક્યુ અને સોરી જેવી બાબતો પેરેન્ટ્સે તેમના બાળકોને શીખવવી જોઈએ. પ્લે સ્કૂલમાં મોકલતા પહેલા તમે તમારા બાળકને આ વસ્તુઓ શીખવી દો.

- Advertisement -
- Advertisement -