- Advertisement -

ન્યૂઝીલેન્ડ અને યુગાન્ડા વચ્ચેની ટી20 મેચ કુલ 24 ઓવરમાં જ સમાપ્ત

- Advertisement -

આઈસીસી ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલી ન્યૂઝીલેન્ડની ટીમનો યુગાન્ડા સામેની ઔપચારિક મેચમાં નવ વિકેટે વિજય થયો હતો. કિવિ ટીમનો વર્લ્ડ કપમાં સળંગ બે પરાજય બાદ આ પ્રથમ વિજય રહ્યો હતો. ન્યુઝીલેન્ડે યુગાન્ડાને 18.4 ઓવરમાં 40 રનમાં ઓલ આઉટ કર્યા બાદ 5.2 ઓવરમાં જ લક્ષ્‍ય હાંસલ કરી લીધો હતો. આમ બંને ટીમો વચ્ચેની ટી20 મેચ કુલ 24 ઓવરમાં સમાપ્ત થઈ હતી.

- Advertisement -

કિવી બોલર ટીમ સાઉથીએ ચાર રન આપીને ત્રણ વિકેટ ઝડપી હોવાથી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. યુગાન્ડાનું ટી20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યુ ગિની સામે એક જીત અને ત્રણમાં પરાજય સાથે અભિયાન સમાપ્ત થયું હતું.

- Advertisement -

ન્યૂઝીલેન્ડે એકમાત્ર ફિન એલન (9)ની વિકેટ ગુમાવી હતી. ડેવોન કોનવે 15 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 22 રન કરીને અણનમ રહેતા કિવિ ટીમે 5.2 ઓવરમાં ટારગેટ ઝીલ્યો હતો. યુગાન્ડા તરફથી રિયાઝત અલી શાહે એક વિકેટ ઝડપી હતી.

- Advertisement -

ટોસ જીતીને કિવિ ટીમે ફિલ્ડિંગ લીધી હતી. યુગાન્ડાની પ્રમાણમાં અપરિપક્વ ટીમ ન્યૂઝીલેન્ડના બોલર્સ સામે લાચાર પુરવાર થઈ હતી. 15 રનમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. કેનેથ વૈસાવા (11) બે આંકડામાં રન કરનાર એકમાત્ર બેટ્સમેન હતો. ટીમ સાઉથીએ ત્રણ, ટ્રેન્ટ બોલ્ટ, રવીન્દ્ર અને સેંટનરે બે-બે વિકેટ ખેરવી હતી જ્યારે ફર્ગ્યુસને એક વિકેટ લીધી હતી.

- Advertisement -
- Advertisement -