- Advertisement -

ઠંડુ અને ગરમ પાણી મિક્સ કરીને પીતા હોય તો સાવધાન, નુકશાન જાણીને ચોંકી જશો

- Advertisement -

અમુક વખત આપણે પીવા માટે ફ્રીઝમાંથી ઠંડુ પાણી કાઢીએ છીએ, ત્યારે તે ખૂબ ચિલ્ડ હોવાથી તેમાં ગરમ પાણી એડ કરતા હોઈએ છીએ. પરંતુ હેલ્થ એક્સપર્ટ અનુસાર આવું કરવું સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. ઠંડુ અને ગરમ પાણી મિક્સ કરીને ન પીવું જોઈએ. ઠંડુ પાણી પચાવામાં ભારે પડે છે. જ્યારે ગરમ પાણી પચાવામાં ભારે નથી પડતુ. આ બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે સમસ્યા થાય છે.

- Advertisement -

એક્સપર્ટ અનુસાર, ગરમ પાણીમાં બેક્ટેરિયા નથી હોતા જ્યારે ઠંડા પાણીમાં બેક્ટેરિયા હોઇ શકે છે. જો આ બંને પાણીને મિક્સ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. ગરમ પાણી વાત અને કફને શાંત કરે છે. જ્યારે ઠંડુ પાણી આ બંનેને વધારે છે. ગરમ – ઠંડુ પાણી મિક્સ કરવાથી પિત્ત દોષ ખરાબ થાય છે.

- Advertisement -

પાચન કમજોર પડે છે

- Advertisement -

ગરમ અને ઠંડા પાણીને મિક્સ કરીને પીવાથી પાચન કમજોર પડે છે. પેટ ફૂલી જવાની સમસ્યા થઈ શકે છે. પોષક તત્વોને અવશોષણમાં બાધા પડે છે. ગરમ પાણી નસોને ફેલાવે છે અને સાફ કરે છે. તો બીજી તરફ ઠંડુ પાણી નસોને સંકુચિત કરે છે.ગરમ પાણી હલકુ અને બેક્ટેરિયા ફ્રી હોય છે, જે સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તેમાં ઠંડુ પાણી એડ કરો છો તો તેના આ ગુણો ઘટી જાય છે.

માટીના વાસણમાં રાખો પાણી

આયુર્વેદ મુજબ, સ્વાસ્થ્ય માટે માટીના વાસણમાં રાખેલું પાણી ખૂબ ગુણકારી સાબીત થાય છે. તેનાથી પાણીમાં સામેલ ખાનિજ તત્વ સુરક્ષિત રહે છે. માટીના વાસણમાં પાણીનું તાપમાન સુસંગત રહે છે. માટીના વાસણમાં પાણી રાખવાથી તેને ઓક્સિજન મળી રહે છે. તેનાથી ગરમ વાતાવરણમાં પણ પાણી ઠંડું રહે છે. આ પાણીથી કફ દોષ પણ નથી થતો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -