- Advertisement -

તુલસીના છોડ સાથે રોજ કરો આ એક ઉપાય, ખુલી જશે ભાગ્યના તાળા, ઘરમાં ધનની વર્ષા થશે.

- Advertisement -

હિંદુ ધર્મમાં તુલસનીનું ખૂબ જ મહત્ત્વ છે. ઘરના આંગણામાં તુલસીના છોડ લગાવવાને શુભ માનવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં લગભગ તમામ હિંદુના ધરમાં તુલસીનો છોડ હશે જ. તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણ રહેલા હોય છે.

- Advertisement -

વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીનું અનેરૂ મહત્ત્વ છે. તુલસીની વિધિવત પૂજા કરવાથી માઁ લક્ષ્‍મી ખૂબ જ ખુશ થાય છે, જેથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. પોઝિટીવ એનર્જીનો સંચાર થાય છે. આવો જાણીએ તંગી દૂર કરવા તુલસીના ઉપાય.

- Advertisement -

શેરડીનો રસ અર્પણ કરો- તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ગરીબી દૂર થવાની માન્યતા છે. જે માટે હાથમાં શેરડીનો રસ લો અને તમારું તથા તમારું ગોત્રનું સાત વાર નામ લઈને તુલસીના છોડમાં અર્પણ કરો. જેથી તંગી દૂર થશે અને ધનની કમી નહીં થાય.

- Advertisement -

સવાર-સાંજ દીવા કરો- તુલસીને દીવો કરતો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જેથી ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય છે. નિયમિતરૂપે તુલસીને દીવો કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

જળ અર્પણ કરો- તુલસીના છોડમાં જળ અર્પણ કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિતરૂપે સવારે સૂર્યોદય સમયે તુલસીમાં જળ ચઢાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. જેથી ઘરમાં વગર કામનો કલેશ થતો નથી.

ગળામાં બાંધો- તુલસીના મૂળિયા તાબીજ તરીકે ગળામાં બાંધવાથી નાણાંકીય લાભ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો ખૂબ જ લાભ ગણાવવામાં આવ્યો છે. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

- Advertisement -
- Advertisement -