- Advertisement -

જીરું અને મેથીનો આ નુસખો અજમાવો, પેટની ચરબી અને વજન માખણની જેમ ઓગળી જશે.

- Advertisement -

આ દિવસોમાં વધતુ વજન લોકો માટે મુસીબત બનતું જાય છે. લોકો ઝડપથી વધતા વજનની ઝપેટમાં આવી રહ્યા છે. વધતુ વજન હાઇ બીપી, કોલેસ્ટ્રોલ, સુગર જેવી અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલ લેવલ બહુ ઝડપથી વધી જાય છે. આ માટે હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે. આમ, વધતા વજનને ઓછુ કરવા માટે કોઇ જીમમાં જાય છે તો કોઇ ઘરે કસરત કરીને વજન ઉતારે છે. આમ, તમે જીરા અને મેથીનો આ નુસખો કરશો તો વધેલું વજન અને પેટ પરની વધારાની ચરબી ઝડપથી ઓગળી જશે. તો જાણો આ નુસખા વિશે.

- Advertisement -

5 ચમચી જીરુ, 5 ચમચી મેથીની સાથે 5 ચમચી વરિયાળી અને તજનો એક ટુકડો લેવાનો રહેશે. જીરા, મેથીની સાથે વરિયાળી અને તજ વજન ઓછુ કરવાનું કામ કરે છે. આ 4 વસ્તુ વજન ઉતારવા માટે અનેક રીતે ગુણકારી છે. જીરામાં એક એવો કમ્પાઉન્ડ હોય છે જે ડાયજેસ્ટિવ પ્રોડક્શનને તેજ કરે છે.

- Advertisement -

એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર મેથી મોટાપાની સાથે સુગર પણ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનને લગતી અનેક તકલીફો દૂર થાય છે. જ્યારે તજનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે. એટલે કે આ મસાલા માત્ર વજન જ નહીં, પરંતુ બીજી અનેક તકલીફો દૂર કરે છે.

- Advertisement -

આ માટે તમારે જીરા-મેથીનો પાવડર બનાવવાનો રહેશે. જીરુ, મેથી, વરિયાળી અને તજને એક પેનમાં લઇને સામાન્ય ગરમ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો.

દરરોજ એક ગ્લાસ પાણીમાં આ પાવડર અડધી ચમચી મિક્સ કરો. ત્યારબાદ આમાં લીંબુનો રસ મિક્સ કરો. તો તૈયાર છે તમારું વેટ લોસ વોટર. આ પાણી તમે એક મહિના સુધી પીઓ છો તો ઝડપથી વજન ઉતરી જશે.

આ પાણી પીવાથી માત્ર વજન જ નહીં, પરંતુ કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં કરે છે. આ સાથે હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. તમને ડાયાબિટીસ છે અને તમે વજન ઉતારી રહ્યા છો તો આ પાણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ પાણી સુગર લેવલ પણ કંટ્રોલમાં કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

- Advertisement -
- Advertisement -