- Advertisement -

એકલા હાથે જ તૈયાર થઇ જશે ક્રિસ્પી પૌંઆ પાપડ, એકદમ સરળ છે બનાવવાની રીત

- Advertisement -

ભોજનની થાળીમાં ભલે રોટલી શાક હોય અથવા પછી દાળ ચોખા, જો સાથે પાપડ અને અથાણું મળી જાય તો શું કહેવું… અમુક લોકો તો પાપડ વગર જમી જ નથી શકતા. વાત તો સાચી પણ છે કારણ કે પાપડ તમારા ભોજનનો સ્વાદ વધારી દે છે. આમ તો તમે ઘણા પ્રકારના પાપડ ખાધા હશે. પરંતુ શું તમે ક્યારેય પૌંઆના પાપડ ખાધા છે? પૌવાથી તમે એવા સ્વાદિષ્ટ પાપડ બનાવી શકશો જે ઝડપી તૈયાર થઈ જાય.

- Advertisement -

તો ચાલો જાણીએ એને બનાવવાની એકદમ સરળ રીત.

- Advertisement -

પૌંઆના આ પાપડ બનાવવા એટલા સરળ છે કે એના માટે વધુ લોકોની કે ઝંઝટ કરવાની પણ જરૂરત નહીં પડે. સૌથી સારી વાત એ છે કે આ કુરકુરે પાપડ બાનાવવા માટે તમારે ગેસની જરૂરત નહિ પડે. આ રેસિપી યુટ્યુબ પર ‘ફુડ્સ એન્ડ ફ્લેવર બાય શિલ્પી’ ચેનલની શિલ્પીએ શેર કરી છે. તો ચાલો જાણીએ પૌંઆ પાપડની રેસિપી…

- Advertisement -
  • આ માટે તમે પેપર પૌંઆનો ઉપયોગ કરો. 250 ગ્રામ પૌંઆ લો, તેને એક મોટા વાસણમાં મૂકો અને એક-બે વાર પાણીથી ધોઈ લો.
  • હવે તેને સ્ટ્રેનરમાં નાંખો અને વધારાનું પાણી કાઢી લો. હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો.
  • પૌંઆ પાણી શોષી લેશે. હવે એક પ્લેટમાં પૌંઆ કાઢી લો. તેમાં થોડું મીઠું, થોડું લાલ મરચું અથવા ચિલી ફ્લેક્સ, લસણ પાવડર અને એક ચમચી ખાવાનો સોડા ઉમેરો. આમાંથી, ચિલી ફ્લેક્સ અને લસણ પાવડર વિકલ્પો છે. જો તમે ન ઇચ્છતા હોવ, તો તમે તમારા સ્વાદ અનુસાર તેને દૂર કરી શકો છો. જો તમે ઈચ્છો તો ચાટ મસાલા અથવા મેગી મસાલા જેવી વસ્તુઓ પણ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો.

– હવે પૌંઆમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેને ચકલી બનાવવા વાળા મોડમાં ભરી પાપડ અથવા ફ્રાયમ્સ બનાવી શકો છો. તમે ઈચ્છો તો હાથ વડે દબાવીને પણ ગોળ પાપડ બનાવી શકો છો.

– આ પાપડની સારી વાત એ છે કે તેને સૂકવવા માટે તમારે સૂર્યપ્રકાશની જરૂર નથી. આ પંખામાં પણ સુકાઈ જાય છે. તમે તેને 2 દિવસમાં ઉંધી કરીને પંખામાં સૂકવી શકો છો. જો તમે તેને તડકામાં સૂકવવા માંગતા હોવ તો આ પાપડ માત્ર એક જ દિવસમાં સુકાઈને તૈયાર થઈ જાય છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -