- Advertisement -

ચોમાસામાં વધુ ખરે છે માથાના વાળ, આ રહ્યા મોનસૂન હેર ફોલ અટકાવવાના ઘરેલુ ઉપાય

- Advertisement -

ચોમાસા ઋતુની અસર શરીર પર પડે છે. આ ઋતુમાં બીમારીનું પ્રમાણ પણ વધે છે. સાથે આ ઋતુની અસર આપણા માથાના વાળ પર પણ થાય છે. ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. હવામાં ભેજ વધવાના કારણે વાળ કમજોર પડે છે. જો તમારે ખરતા વાળ અટકાવવા હોય તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો. તેનાથી માથાના વાળ મજબૂત પણ થશે અને તૂટતાં પણ અટકશે. આજે વાળ ખરતા અટકાવવાના ઘરેલુ ઉપાય વિશે જાણવાનો પ્રયાસ કરીએ.

- Advertisement -

મેથીના દાણા અને નારિયેળ તેલ

- Advertisement -

માથાના વાળ માટે નારિયેળનું તેલ અને મેથીના બીજ ખૂબ ફાયદાકારક હોય છે. મેથીના બીજને નારિયેળ પાણીમાં નાખીને ગરમ કરી માથામાં લગાવાથી વાળ મજબૂત બને છે. તેને રાત્રે ગરમ કરી માથામાં લગાવી સવારે પાણીથી ધોઈ નાખવા. આમ કરવાથી વાળ ખરવાના ઓછા થાય છે. તેનાથી વાળ લાંબા સમય સુધી કાળા પણ રહે છે.

- Advertisement -

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ માથાના વાળની મજબૂતી વધારે છે. આના કારણે જ અનેક હેર પ્રોડક્ટમાં તેનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીમાં સામેલ ફોસ્ફરસ માથાના વાળને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતાં અટકે છે અને નવા વાળ પણ ઉગે છે. તેને લાગાવવા પહેલા ડુંગળીને ઘસીને કે વાટીને કે પછી મિક્સરમાં ક્રશ કરીને તેને એક કપડામાં લઇ દબાવીને રસ નીકાળો. આ રસને ડાયરેક્ટ માથામાં લગાવી શકાય છે. આ સિવાય નારિયેળના તેલમાં એડ કરીને પણ લગાવી શકાય છે. તેને લગાવ્યા બાદ 1-2 કલાક પછી વાળને ધોઈ દેવા.

જાસૂદ અને આંબળા

આંબળા અને જાસૂદ માથાના વાળ માટે ખૂબ ફાયદાકરક હોય છે. જાસૂદ માથાના વાળને મજબૂતી આપે છે અને આંબળા મજબૂતી, કાળા અને ઘટાદાર પણ બનાવે છે. આ માટે તમારે જાસૂદના ફૂલ અને આંબળાને કાપીને નારિયેળના તેલમાં એડ કરો. તે મિશ્રણને ગરમ કરો. ત્યાર બાદ તેને ગાળીને માથામાં લગાવો. આખી રાત માથામાં રાખી બીજા દિવસે શેમ્પૂથી વાળા ધોઈ નાખો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -