- Advertisement -

કોરિયોગ્રાફર શામક દાવર સાથેની મુલાકાત ડરામણી હતી રામ ગોપાલ વર્મા માટે

- Advertisement -

રામ ગોપાલ વર્માએ કેટલીક હૉરર ફિલ્મો ‘ભૂત’, ‘રાત’, ‘ડરના ઝરૂરી હૈ’ અને ‘ફૂંક’ બનાવી હતી. જોકે કોરિયોગ્રાફર શામક દાવર સાથે ભૂતકાળમાં થયેલી મુલાકાત તેણે યાદ કરી છે. એ અનુભવ તેને માટે ડરામણો હતો, કેમ કે રામ ગોપાલ વર્માના મૃત પિતાના આત્માને શામકે ફ્લાઇટમાં જોયો હતો. એ ઘટનાને યાદ કરતાં રામ ગોપાલ વર્મા કહે છે, ‘અમારી ફ્લાઇટ ઊપડી અને દિવસના અજવાળામાં શામકે મને અચાનક પૂછ્યું તમારા પિતાનું નિધન થયું છે?

- Advertisement -

આ એક સામાન્ય વાત હતી અને એ સાચી પણ હતી. ૧૫ દિવસ પહેલાં જ તેમનું નિધન થયું હતું એટલે મેં હા પાડી. પછી તેણે જણાવ્યું કે ‘તેઓ હમણાં વિન્ડો સીટ પાસે હતા.’ તેણે મારી તરફ જોયું અને કહ્યું કે ‘તેઓ આપણી સાથે જ છે.’ એ સાંભળીને હું ચોંકી ગયો હતો. આવી વાતો કોઈ વિચિત્ર વ્યક્તિ કહે તો સમજમાં આવે, પરંતુ કોરિયોગ્રાફર પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી.’

- Advertisement -
- Advertisement -