- Advertisement -

રીઅરની શરૂઆતમાં નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જરૂરી છે: આયુષમાન

- Advertisement -

આયુષમાન ખુરાના લાઇફમાં નિષ્ફળતાને પણ એટલું જ મહત્ત્વ આપે છે જેટલું સફળતાને આપે છે. તેનું કહેવું છે કે શરૂઆતમાં જો નિષ્ફળતાનો અનુભવ થયો હોય તો ભવિષ્યમાં નિષ્ફળતા મળે તો એનો સામનો કરી શકાય છે. આયુષમાને ૨૦૧૨માં આવેલી ‘વિકી ડોનર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ એક પછી એક એમ તેની ત્રણ ફિલ્મો ફ્લૉપ રહી હતી. એથી નિષ્ફળતાને પણ સકારાત્મકતાથી લેતાં આયુષમાન કહે છે, ‘મને એવું લાગે છે કે તમે જ્યારે નિષ્ફળતાનો દૃઢતાથી સામનો કરો છો તો એમાંથી તમે ઘડાઈને આવો છો.

- Advertisement -

નિષ્ફળતા ફ્રેન્ડ્સ, ફિલોસૉફર અને માર્ગદર્શક છે. જો તમારી કરીઅરની શરૂઆતમાં તમને નિષ્ફળતાનો અનુભવ ન થાય તો ઉંમરના ચોક્કસ પડાવ પર એનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. મારી પહેલી ફિલ્મ બાદ મારી ત્રણ ફિલ્મો એક પછી એક ફ્લૉપ ગઈ હતી. ‘વિકી ડોનર’ બાદ મારા ચોક્કસ માપદંડ હતા, પરંતુ મને એવા પ્રકારની ફિલ્મો નહોતી મળતી.

બાદમાં મને ‘દમ લગા કે હઈશા’ મળી અને ફરીથી મારી જર્નીની શરૂઆત થઈ. ત્યાર બાદ તો મારી ૮ ફિલ્મો સુપરહિટ બની. એથી માત્ર એકલા ઍક્ટરના હાથમાં જ બધું નથી હોતું. તમને કેવા સ્ક્રિપ્ટ-રાઇટર્સ મળે છે અને તમે કેવી ફિલ્મો પસંદ કરો છો એના પર પણ આધાર રાખે છે.’

- Advertisement -
- Advertisement -