- Advertisement -

કલ્કિ 2898 ADની સીક્વલ માટે થઈ જાઓ તૈયાર : ફિલ્મનું ૬૦ ટકા શૂટિંગ પૂરું

- Advertisement -

કલ્કિ 2898 AD’ના બીજા પાર્ટનું શૂટિંગ ૬૦ ટકા પૂરું થયું હોવાની માહિતી ડિરેક્ટર નાગ અશ્વિને આપી છે. ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ હજી બાકી છે. ફિલ્મને ક્યારે રિલીઝ કરવામાં આવશે એની તારીખ હજી સુધી નક્કી નથી કરવામાં આવી. ફિલ્મને વૈજયંતી મૂવીઝે પ્રોડ્યુસ કરી છે. એ ​વિશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખવામાં આવ્યું છે કે ‘‘કલ્કિ 2898 AD’ના બીજા ભાગનું ૬૦ ટકા શૂટિંગ પૂરું કરી લેવામાં આવ્યું છે.

- Advertisement -

મોટા ભાગનું શૂટિંગ હજી બાકી છે. ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી નક્કી નથી કરી.’

- Advertisement -

ત્રણ દિવસમાં સૌથી વધુ બિઝનેસ કરનારી આ વર્ષની ફિલ્મ બની કલ્કિ 2898 AD

- Advertisement -

પ્રભાસ અને દીપિકા પાદુકોણની ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’એ ત્રણ દિવસમાં ધરખમ બિઝનેસ કર્યો છે અને ૨૦૨૪ની સૌથી વધુ બિઝનેસ કરનારી એ ફિલ્મ બની ગઈ છે. ત્રણ દિવસમાં આ ફિલ્મ બસો કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મને નાગ અશ્વિને ડિરેક્ટ કરી છે. ફિલ્મ દેશ અને દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મ હિન્દીની સાથે સાઉથની અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો હિન્દીમાં કુલ ૭૨.૫ કરોડ રૂપિયા, તેલુગુમાં ૧૨૬.૯ કરોડ, તામિલમાં ૧૨.૮ કરોડ, મલયાલમમાં ૬.૭ કરોડ અને કન્નડમાં ૧.૧ કરોડની સાથે ટોટલ ૨૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

415

‘કલ્કિ 2898 AD’એ ત્રણ દિવસમાં દુનિયાભરમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ.

- Advertisement -
- Advertisement -