- Advertisement -

અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે એથી તેઓ હેલ્ધી છે

- Advertisement -

અજય દેવગનનું માનવું છે કે જેમ બને એમ પોતાની જાતને કામમાં બિઝી રાખવી જોઈએ, જેથી વધતી ઉંમરને પણ પાછળ ધકેલી શકાય. તેનું કહેવું છે કે દરેક વસ્તુની એક્સ્પાયરી ડેટ હોય છે. એ વિશે અજય દેવગન કહે છે, ‘ધીમે-ધીમે તમે તમારા શોખને ભૂલતા જાઓ છો અને જ્યારે તમે બ્રેક લો છો ત્યારે તમને ખબર નથી હોતી કે શું કરવું. તમને અહેસાસ થાય છે કે સેટ પર રહેવું તમને વધુ ગમે છે.

- Advertisement -

હું સેટ પર હોઉં કે કામ કરતો હોઉં ત્યારે વધુ ખુશ હોઉં છું.’

- Advertisement -

સાથે જ અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતાં અજય દેવગન કહે છે, ‘મારું એવું માનવું છે અને બધા મારી આ વાત સાથે સહમત હશે કે તમારી ઉંમર ગમે એટલી હોય, પરંતુ તમારે સતત કામ કરતા રહેવું જોઈએ. જે સમયે તમે કામ કરવાનું બંધ કરશો અને આરામ કરશો ત્યારે તમારી ઉંમર ત્રણગણી ઝડપથી વધવા માંડશે. મિસ્ટર બચ્ચનને જ જોઈ લો. તેમને કામ કરવાનું ગમે છે. આ ઉંમરે પણ તેઓ સતત કામ કરતા રહે છે. તેઓ ઇન્ટેલિજન્ટ, નૉર્મલ અને હેલ્ધી છે એનું કારણ છે કે તેઓ આજે પણ કામ કરે છે.’

- Advertisement -
- Advertisement -