- Advertisement -

ભારતીય ટીમમાં કોણ લેશે રવિન્દ્ર જાડેજાની જગ્યા? આ ખેલાડીઓમાં લાગી રેસ

- Advertisement -

ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડકપની ફાઈનલ જીતીને લાખો લોકોના સપના પૂરા કર્યા. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું, પરંતુ આ પછી ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

- Advertisement -

આ ખેલાડીઓના નામ છે- વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા. વિરાટ અને રોહિત બાદ જાડેજાની ટી-20 નિવૃત્તિ ચર્ચાનો વિષય બની રહી છે. ચાલો જાણીએ તે ત્રણ ખેલાડીઓ વિશે જે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ બની શકે છે.

- Advertisement -

અક્ષર પટેલ

- Advertisement -

T-20 વર્લ્ડકપમાં અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થયો છે. વર્લ્ડકપ પછી, T-20 ઇન્ટરનેશનલમાં અક્ષરનું સ્થાન વર્ષોથી કાયમી માનવામાં આવે છે. અક્ષર પણ ડાબોડી ઓલરાઉન્ડર છે. અક્ષરે આ વર્લ્ડકપમાં 9 વિકેટ લીધી હતી અને 92 રનનું યોગદાન આપ્યું હતું. જેમાં દક્ષિણ આફ્રિકા સામે 47 રનની શાનદાર ઈનિંગ પણ સામેલ છે. જાડેજા બાદ અક્ષર ટીમ ઈન્ડિયાનો કાયમી સભ્ય બની જશે.

વોશિંગ્ટન સુંદર

સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજા માટે પરફેક્ટ ઓલરાઉન્ડર બની શકે છે. વોશિંગ્ટન જમણા હાથનો સ્પિનર હોવા છતાં, કેટલાક પ્રસંગોને બાદ કરતાં, જ્યારે પણ ભારતીય ટીમને તેની જરૂર પડી ત્યારે તે અસરકારક સાબિત થયો છે. વોશિંગ્ટનની 43 મેચમાં 34 વિકેટ લીધી છે. જ્યારે બેટિંગમાં તેણે 107 રન બનાવ્યા છે. વોશિંગ્ટન તેની છેલ્લી T20 મેચ જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામે રમી હતી. જ્યાં તેણે ત્રીજી T-20માં 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.

શિવમ દુબે

રવિન્દ્ર જાડેજાના સ્થાને શિવમ દુબેને જોવામાં આવી રહ્યો છે. ડાબા હાથના બેટ્સમેન અને જમણા હાથના બોલર એવા દુબેને પણ ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં તક મળી છે. આવી સ્થિતિમાં તેમનું સ્થાન પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. દુબે મધ્યમ ઝડપી ઓલરાઉન્ડર હોવા છતાં, બીસીસીઆઈ તેને ભારતના ભવિષ્ય તરીકે માને છે.

આઈપીએલના સ્ટાર ખેલાડીઓ પર નજર

આ સિવાય જો સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરની વાત કરીએ તો ભારતમાં IPLના કેટલાક સ્ટાર ખેલાડીઓ છે. જેમાં રિયાન પરાગ, કૃણાલ પંડ્યા, રાહુલ તેવાટિયા, તિલક વર્મા, હરપ્રીત બ્રાર, અભિષેક શર્માના નામ સામેલ છે. ટીમ ઈન્ડિયામાં જાડેજાનું સ્થાન કયો ખેલાડી લઈ શકે છે તે જોવું રહ્યું.

- Advertisement -
- Advertisement -