- Advertisement -

T20 World Cup: ટ્રોફી કોની પાસે રહશે? કેપ્ટન, ટીમ કે બોર્ડ?જાણો અહીં

- Advertisement -

ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ખેલાડીઓની ટ્રોફી સાથેની તસવીરો સામે આવી રહી છે. ટીમ ઇન્ડિયાએ જીત તો મેળવી. ટ્રોફી પણ હાંસલ કરી. પણ શું આ ટ્રોફી ભારતીય ટીમમાંથી કોની પાસે રહેશે ?

- Advertisement -

શું કેપ્ટન રાખશે ટ્રોફી કે પછી ક્રિકેટ બોર્ડ કે પછી ઇન્ડિયન ટીમ ? આવા અનેક સવાલો થઇ રહ્યા છે ત્યારે આવો જાણીએ આખરે ટ્રોફી રહે છે કોની પાસે.

- Advertisement -

ટ્રોફી સાથે ક્રિકેટર્સની તસવીરો વાયરલ

- Advertisement -

આપણે જોઇએ છીએ કે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ ટ્રોફી જીતતાની સાથે જ દરેક ખેલાડી તેની સાથે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. આ પછી પણ ખેલાડીઓ અલગ-અલગ સમયે ટ્રોફી પોતાની સાથે રાખતા હતા અને સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરતા હતા. ક્રિકેટર સૂર્યા બેડરૂમમાં ટ્રોફી સાથે સૂતો જોવા મળ્યો હતો. જ્યારે રોહિત શર્મા સાથે પણ ટ્રોફી બેડરૂમમાં જોવા મળી હતી, આ સિવાય ઘણા લોકોએ ટ્રોફી સાથે તેમના ફોટા પણ પોસ્ટ કર્યા હતા.

કોની પાસે રાખવામાં આવે છે ટ્રોફી

હવે વાત કરીએ વર્લ્ડ કપની ટ્રોફી ક્યાં રાખવામાં આવે છે. તો તમને જણાવી દઇએ કે વર્લ્ડ કપની મુખ્ય ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી નથી. મૂળ ટ્રોફી IIC દ્વારા રાખવામાં આવે છે જ્યારે પ્રતિકૃતિ ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ICCએ દરેક ટીમ પ્રમાણે ટ્રોફી અને શોકેસ રાખ્યા છે. જ્યારે જીતનારી ટીમને ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવે છે. પરંતુ ટીમના ખેલાડીઓ આ ટ્રોફી પોતાની પાસે રાખતા નથી. ક્રિકેટ બોર્ડ જ આ ટ્રોફી પોતાની પાસે રાખે છે. ત્યારે આ વખતની ટ્રોફી BCCI ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતેલી ટ્રોફી પોતાની પાસે રાખશે અને આ ટ્રોફી BCCI કેબિનેટમાં રાખવામાં આવશે.આવુ જ ફૂટબોલ મેચમાં પણ થાય છે. વર્લ્ડ કપની ટ્રોફી ફીફા હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

શું T-20 ટ્રોફી અલગ છે?

ટી-20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી 50 ઓવરના વર્લ્ડ કપથી એકદમ અલગ છે. કારણ કે જ્યારે ODI વર્લ્ડ કપમાં ગોલ્ડ ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે T20 વર્લ્ડ કપમાં સિલ્વર ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -