- Advertisement -

રોહિતે ટી20 ફાઈનલમાં જીત મેળવી તે પિચની માટીનો સ્વાદ માણ્યો!

- Advertisement -

આઈસીસી ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે રોમાંચક સાત રને જીત મેળવીને 17 વર્ષે ટી20 વર્લ્ડ કપનો તાજ જીત્યો હતો. ભારતની આ વિશેષ જીતને લઈને દેશભરમાં દિવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી. ભારતની વિશ્વ કપમાં જીતની પળના સાક્ષી બનેલા 140 કરોડ ભારતીયોના હૈયા લાગણીઓથી છલકાઈ ગયા હતા ત્યારે સ્વભાવિક છે કે આ જીતના સૌથી મોટા હકદાર એવા રોહિત શર્મા પણ તેની લાગણીઓને કેવી રીતે રોકી શકે.

- Advertisement -

રોહિત શર્મા ભારતના ટી20 વિશ્વ કપ ફાઈનલમાં વિજય બાદ મેદાન પર નતમસ્તક થઈને થોડી ક્ષણ માટે ઉંઘી રહ્યો હતો. ત્યારબાદ તેણે જે પિચ પર ફાઈનલમાં જીત મેળવી ત્યાં જઈને તેણે પિચ પરથી થોડી માટી લઈને તેને તેનો સ્વાદ માણ્યો હતો. રોહિત શર્માની આ ઉજવણીની સર્બિયાના મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે વિમ્બલ્ડનમાં જીત બાદ કરેલી ઉજવણી સાથે તુલના કરવામાં આવી હતી. રોહિતના વડપણ હેઠળ ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસીની મહત્વની ટ્રોફી હાંસલ કરી હતી.

- Advertisement -

આફ્રિકા સામે છેલ્લી ઓવરા છેલ્લા બોલ બાદ રોહિતે તેની લાગણીઓને રોકી શક્યો નહતો અને તે કેન્સિંગ્ટન ઓવલની પિચ પર ગયો હતો અને તેણે ચપટીમાં માટી લીધી હતી અને તેની જીભ પર મૂકીને તેનો સ્વાદ માણ્યો હતો. સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ પણ વિમ્બલ્ડનમાં ચેમ્પિયનનો ખિતાબ જીત્યા બાદ આ પ્રકારને વિમ્બલ્ડનની પિચ પરથી ઘાસ તોડીને મોઢામાં મૂકે છે. વિશ્વભરના મીડિયા આને એક ફોટો અને વીડિયોની તક સમજીને પોતાના કેમેરામાં ઝડપી લે છે. કન્ટેન્ટના પ્રવર્તમાન યુગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિતે પણ પ્રસારણકર્તાને આ સોનેરી પળને ઝડપવાની તક આપી હતી. વિમ્બલ્ડનના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ જોકોવિચ અને રોહિતની જીતની અનોખી ઉજવણી કરતી તસવીર પોસ્ટ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -