- Advertisement -

વર્લ્ડકપ જીત્યા બાદ આ ગંભીર કારણે બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, હજુ થોડા દિવસ ભારત આવવું મુશ્કેલ

- Advertisement -

લગભગ એક મહિના સુધી ચાલેલા T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે જીત મેળવી હતી. તેણે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા જોરદાર ઉજવણી કરી રહી છે. જો કે, શક્ય છે કે રોહિત સેના થોડા દિવસો માટે બાર્બાડોસમાં અટવાઈ જાય અને તે ભારત પરત ફરી ન શકે. કારણ છે કે હરિકેન બેરીલ બાર્બાડોસ સાથે ટકરાઈ રહ્યું છે.

- Advertisement -

આ ગ્રેડ 3 વાવાઝોડું બાર્બાડોસ તરફ આગળ વધી રહ્યું છે અને વધુ ને વધુ ખતરનાક બની રહ્યું છે. જેના કારણે ભારતીય ટીમ થોડા દિવસો માટે ત્યાં અટવાઈ શકે છે.

- Advertisement -

ભારતીય ટીમના નજીકના એક સૂત્રએ કહ્યું કે, ‘ભારતીય ટીમ હાલમાં બાર્બાડોસની હોટેલ હિલ્ટનમાં અટવાયેલી છે. ટીમ ઈન્ડિયા સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે બાર્બાડોસથી રવાના થવાની હતી. જો કે હવે વાવાઝોડાને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ટીમનો રૂટ પહેલા ન્યુયોર્ક જવાનો હતો. ત્યાંથી અમે કનેક્ટિંગ ફ્લાઈટ લઈને દુબઈ જઈશું અને પછી ભારત પહોંચે તેમ ટાઈમ શેડ્યૂલ હતું.

- Advertisement -

ભારતીય ટીમ જ્યાં રોકાઈ છે તે હોટલ હિલ્ટનમાં સ્થિતિ વધુ ખરાબ છે, કેમ કે તે દરિયાકાંઠાની નજીક છે. આ વાવાઝોડું રવિવારની મધ્યરાત્રિ અથવા સોમવારે વહેલી સવારે બાર્બાડોસમાં ત્રાટકે તેવી ધારણા છે. બાર્બાડિયન વડા પ્રધાન મિયા મોટલીએ જાહેરાત કરી છે કે ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ તોફાનને કારણે બંધ રહેશે, કોઈપણ ફ્લાઇટ્સને ઉતરાણ અથવા ટેકઓફ કરવાથી અટકાવવામાં આવી છે.

જો કે, ભારતીય ટીમ ફ્લાઇટ પકડી શકશે કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ જો તેઓ ખરાબ હવામાનમાં ફસાઈ જશે તો ટીમ ઈન્ડિયા 36 થી 48 કલાક સુધી બાર્બાડોસમાં રહેશે. તે ક્યાંય જઈ શકશે નહિ.

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. બંને દિગ્ગજોએ આ જાહેરાત કર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ પણ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જડ્ડુ ભારત માટે ક્યારેય ટી-20 રમતા જોવા નહીં મળે.

- Advertisement -
- Advertisement -