- Advertisement -

જય શાહે ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈને આપ્યા મોટા અપડેટ, આ 2 નામમાંથી થશે પસંદગી

- Advertisement -

ટી20 વર્લ્ડ કપ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા અપસેટ સર્જાયા છે. ટીમના ત્રણ દિગ્ગજ ક્રિકેટર્સે નિવૃત્તિની જાહેરાત કરે છે. તો સાથે જ ટી20 વર્લ્ડ કપ પૂરા થયા બાદ જ ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડની વિદાય થઈ છે. રાહુલના કાર્યકાળના વન-ડે વર્લ્ડ કપ બાદ ટી20 વર્લ્ડ કપ સુધી વધારવામાં આવ્યો હતો.

- Advertisement -

રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપની સાથે જ પૂરો થઈ ગયો છે. આ વચ્ચે બીસીસીઆઈના સચિવ જય શાહે ભારતીય ટીમના નવા કોચને લઈને મોટા અપડેટ આપ્યા છે. નવા કોચ માટે સીએસીએ બે ખેલાડીઓના ઈન્ટરવ્યૂ પણ લઈ લીધા છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ પ્લેયર ગૌતમ ગંભીર અને ભારતીય મહિલા ટીમમા કોચ રહેલ ડબલ્યુ વી રમનનું નામ સામેલ છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે માટે 5ટી 20 મેચની ટુર પર નીકળી છે. જેમાં કોચ તરીકે વીવીએસ લક્ષ્‍મણને જવાબદારી સોંપાઈ છે.

- Advertisement -

જય શાહે આપ્યા અપડેટ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક કોચ પદને લઈને મોટા અપડેટ સાથે માહિતી જાહેર કરી છે. જય શાહે જણાવ્યું કે, બીસીસીઆઈની ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ ભારતના નવા હેડ કોચ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લીધા છે.

- Advertisement -

એડવાઈઝરી કમિટીએ તેના માટે બે ઉમેદવારને મુખ્ય કોચ માટે શોર્ટલિસ્ટ કરી લેવાયા છે. તેમણે જણાવ્યું કે, એક નામની પસંદગી જલ્દી જ બધાની સામે કરવામાં આવશે. નવા હેડ કોચ જલ્દી જ શ્રીલંકાની સામેની સીરિઝમાં પોતાની જવાબદારી સંભાળશે.

રાહુલનો કાર્યકાળ પૂરો
રાહુલ દ્રવિડને વર્ષ 2022 માં ભારતના હેડ કોચ બનાવાયા હતા. જેના બાદ ભારત ત્રણ આઈસીસી ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી ચૂકી છે. રાહુલ દ્રવિડના રહેતા ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસીની કોઈ ટ્રોફી જીતી છે.

રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2023 માં જ પૂર્ણ થવાનો હતો, પંરતું બીસીસીઆઈએ તેમની સાથે વાત કરીને તેને ટી20 વર્લ્ડ કપ સુધી વધાર્યો હતો. આ ટી20 વર્લ્ડ કપની સાથે જ તેમનો કાર્યકાળ સમાપ્ત થયો છે અને હવે જલ્દી જ નવા હેડ કોચની જાહેરાત થવાની છે.

- Advertisement -
- Advertisement -