- Advertisement -

ભારતને ટી20 ચેમ્પિયન બનાવનાર રોહિત, કોહલી અને જાડેજાની ટી20માંથી નિવૃત્તિ

- Advertisement -

ભારતને ટી20 વિશ્વ કપમાં ચેમ્પિયન બનાવ્યા બાદ ટીમના દિગજ્જ ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી બાદ રવીન્દ્ર જાડેજાએ પણ ક્રિકેટની ટૂંકી ફોરમેટમાથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતે બ્રિજટાઉન ખાતે આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને કચડીને 17 વર્ષે ટી20 ચેમ્પિયનની ટ્રોફી જીતવાની ભવ્ય સિદ્ધિ મેળવી હતી. ભારતની જીત બાદ પ્લેયર ઓફ ધ મેચ બનેલા વિરાટ કોહલીએ સૌપ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

- Advertisement -

ત્યારબાદ પત્રકાર પરિષદમાં અત્યંત ખુશખુશાલ મિજાજમાં સંબોધન કરતા ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પણ ટી20માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રવિવારે ભારતીય ટીમના ડાબોડી ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ ટી20માંથી નિવૃત્તિ અંગેની જાણ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.

- Advertisement -

ભારતીય ટીમના ત્રણેય મહાન ખેલાડીઓના મતે દેશના યુવા ક્રિકેટરોને વારસો સોંપવાનો આ યોગ્ય સમય હોવાનું જણાવ્યું હતું. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર ટી20 ટ્રોફી સાથે તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કે, કૃતજ્ઞ હ્રદય સાથે હું ટી20 આંતરરાષ્ટ્રીયને અલવિદા કરું છું. ઝડપથી દોડતા અશ્વની માફક મે હંમેશા મારા દેશ માટે શ્રેષ્ઠ આપ્યું છે. આગામી સમયમાં હું ક્રિકેટની અન્ય ફોરમેટમાં મારું પ્રદાન આપવાનું ચાલુ રાખીશ.

- Advertisement -

જાડેજાએ 2009માં ટી20 વર્લ્ડ કપ પૂર્વે શ્રીલંકા સામે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું. જો કે જાડેજાએ 2008માં આઈપીએલમાં શરૂઆતની ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ઓલરાઉન્ડર તરીકેનો તાજ મેળવ્યો હતો. રોયલ્સના સુકાની અને ઓસ્ટ્રેલિયાના સ્વર્ગસ્થ મહાન સ્પિનર શેન વોર્ને તેને ‘રોકસ્ટાર’ ગણાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ રોજર બિન્નીએ રોહિત, ગકોહલી અને જાડેજાની ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિને એક યુગનો અંત ગણાવ્યો હતો. તેમના મતે અહીંથી ભારતીય ટીમને ફરીથી આવા પ્રતિભાશાળી ખેલાડીઓ મેળવતા બે વર્ષ જેટલો સમય લાગશે.

દરમ્યાન ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, મે ટી20માંથી નિવૃત્તિ લેવાનું ક્યારેય વિચાર્યું નહતું પણ આ યોગ્ય સમય છે. વિશ્વ કપ જીતીને વિદાય લેવાથી વધુ સારી કોઈ પળ ના હોઈ શકે. જો કે રોહિતે સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે, તે આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે.

- Advertisement -
- Advertisement -