- Advertisement -

ડુંગળી-લસણને શા માટે કહેવામાં આવે છે તામસિક ભોજન? જાણો જ્યોતિષી પાસે

- Advertisement -

પ્રકૃતિ જે પણ ભોજન આપણને આપે છે એને આપણે શાકાહારના રૂપમાં ગ્રહણ કરીએ છે. પરંતુ, હિન્દુ ધર્મમાં શાકાહારી વસ્તુઓનું પૂજા પાઠ દરમિયાન ઉપયોગમાં લેવાની મનાઈ છે. એમાં સામેલ છે લસણ-ડુંગળી, જે ધરતીમાં ઉગે છે પરંતુ સનાતની એને તામસિક ભોજનના રૂપમાં જોય છે. તમે કોઈ સાધના કરો છો, કોઈ વ્રત કરો છો અથવા કોઈ મોટા પર્વ પર અનુષ્ઠાન કરો છો અથવા યજ્ઞ,આ બેસો છો.

- Advertisement -

આ દરમિયાન પંડિત અથવા પુરોહિત તમને લસણ-ડુંગળીનું સેવન ન કરવાની સલાહ આપે છે. પરંતુ એવું શા માટે કહેવામાં આવે છે અને એની પાછળ શું કારણ છે? ચાલો જાણીએ ભોપાલના જ્યોતિષ પંડિત યોગેશ ચોરે પાસે.

- Advertisement -

ત્રણ ભાગમાં વહેચાયેલું છે ભોજન

- Advertisement -

તમને જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં ભોજનને ત્રણ વર્ગમાં વેચવામાં આવ્યું છે. એમાં પહેલું સાત્વિક, બીજું રાજસિક અને ત્રીજું તામસિક ભોજન. એને લઇ પ્રાચીન સમયમાં ભારતમાં એ કહેવામાં આવતું હતું કે ‘જેવું અન્ન ખાસો તેવું મન થશે’ એનો મતલબ છે કે જેવું તમે ભોજન કરો છો એની અસર તમારા જીવન પર થાય છે અને મન અને તમારા વિચાર પણ એવા જ રહે છે.

સાત્વિક ભોજન

આવું ભોજન જેમાં સત્વ ગુણ સૌથી વધુ હોય છે એને સાત્વિક ભોજન કહેવાય છે. એમાં દૂધ, ઘી, લોટ, લીલા શાકભાજી, ફળ વગેરે વસ્તુઓ સામેલ છે. એવા ભોજનને ગ્રહણ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

રાજસિક ભોજન

એવું ભોજન જેમાં મસાલાની માત્રા વધુ હોય છે અને માંસાહારને સામેલ કરવામાં આવ્યું છે એને રાજસિક ભોજન કહેવાય છે. એમાં કેસર, મરચા અને મસાલાથી લઇ ઈંડા અને માછલી જેવા માંસાહારનો સમાવેશ થાય છે.

તામસિક ભોજન

એવું ભોજન જેનાથી તમારા લોહીના પ્રવાહમાં વધારો કે ઘટાડો થાય છે, એને તામસિક ભોજન કહેવામાં આવે છે. જેનું સેવન કરવાથી ક્રોધ, ઘમંડ, ઉત્તેજના અને વૈભવની લાગણી આવે છે. લસણ અને ડુંગળી આ શ્રેણીમાં આવે છે. તેથી, કોઈપણ પૂજા, વ્રત અથવા ધાર્મિક વિધિ દરમિયાન આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે પૂજા દરમિયાન તમારી અંદર શાંત મન અને દયાની ભાવના હોવી જરૂરી છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -