- Advertisement -

ફક્ત ગરમીમાં જ ઉગાડવામાં આવે છે પોષક તત્વોથી ભરપૂર આ ભાજી

- Advertisement -

ગરમીમાં પાણીની કમીના કારણે  શાકભાજીનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. ગરમીમાં લીલા  શાકભાજી ખૂબ ઓછા જોવા મળે છે. પણ એક એવી ભાજી છે, જે ફક્ત ગરમીમાં જ ઉગાડવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ પોષક તત્વોથી ભરપૂર પોઈની ભાજી વિશે…

- Advertisement -

આયુર્વેદમાં પોઈ ભાજી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. પોઈ ભાજીના પત્તા આયરનથી ભરપૂર હોય છે. તેને હાડકા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

- Advertisement -

પોઈની ભાજી વિટામિન એ, વિટામિન સી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તે મેગ્નીશિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં વધારે માત્રામાં બીટા કેરોટીન અને લ્યૂટિન જોવા મળે છે. જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનીસ સાથે આંખ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

- Advertisement -

જો શરીરમાં આયરનની કમીના કારણે હીમોગ્લોબિન નથી બની રહ્યું તો પોઈની ભાજી ખાઓ, તેનાથી ભરપૂર માત્રામાં આયરન જોવા મળે છે. પોઈનો જ્યૂસ અથવા ભાજી ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન લેવલ મેન્ટેઈન રહેશે અને શરીરમાં લોહીની કમી નહીં થાય.

પોઈ ભાજીમાં ફાઈબરનો પણ સારો એવો સ્ત્રો હોય છે. તેના કારણે તે બેડ કોલેસ્ટ્રોલને કમ કરે છે અને દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ભાજીમાં રહેલા ડાયટરી ફાઈબર પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

- Advertisement -
- Advertisement -