- Advertisement -

એક પણ રન વગર T20 વર્લ્ડકપનો આ ખેલાડી બન્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, સર્જ્યો અનોખો રેકોર્ડ

- Advertisement -

ICC T20 વર્લ્ડકપ 2024માં બોલરોની જબરદસ્ત બોલિંગ જોવા મળી, જયારે બેટરો માટે આ ટુર્નામેન્ટ થોડી તકલીફોવાળી રહી. ભારતે ICC T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો અને જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો. બુમરાહે આ ખિતાબ જીતતા જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમણે કંઈક એવી કરી બતાવ્યું છે જે પુરુષ અને મહિલા ICC T20 વર્લ્ડકપ મળીને પણ કોઈ કરી શક્યું નથી

- Advertisement -

બુમરાહ ICC T20 વર્લ્ડકપના ઇતિહાસના પહેલા એવા ખેલાડી બની ગયા છે કે જે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા, પરંતુ તેના ખાતામાં એક પણ રન નથી. આખી ટુર્નામેન્ટમાં બુમરાહને માત્ર એક જ વાર બેટિંગ કરવાનો મોકો મળ્યો અને ત્યારે તે ગોલ્ડન ડકનો શિકાર થઈ ગયા હતા. ટીમ ઇન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં કુલ 9 મેચ રમી, જેમાંથી બાકીની 8 મેચમાં તો બુમરાહને બેટિંગ કરવાની તક જ નથી મળી.

- Advertisement -

બુમરાહે T20 વર્લ્ડકપમાં કુલ 15 વિકેટ લીધી અને ટીમ ઇન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થયા. ભારતીય ટીમ જયારે-જયારે મેચ હારવાની કગાર પર પહોંચી, બુમરાહે પોતાની બોલિંગથી મેચની બાજી પલટી નાખી. ICC T20 વર્લ્ડકપ 2024માં બુમરાહનો ઇક્નોમી રેટ 4.17નો રહ્યો, જે કોઈ પણ મેન્સ T20 વર્લ્ડકપમાં 100થી વધુ બોલ કરનાર બોલરોમાં બેસ્ટ ઈકોનોમી રેટ છે. બુમરાહનાં બોલ પર આખી ટુર્નામેન્ટમાં કુલ 12 બાઉન્ડ્રી પડી, જેમાં માત્ર 6 છગ્ગા સામેલ હતા.

- Advertisement -

બુમરાહ પહેલા વનડે વર્લ્ડકપમાં બે ખેલાડીઓ એવા રહી ચુક્યા છે, જે એક પણ રન બનાવ્યા વિના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા છે. ગ્લેન મેકગ્રાને આ કારનામું 2007 વર્લ્ડકપમાં કર્યું હતું. જયારે 11 મેચમાં તેમણે એક પણ મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. જયારે ઓસ્ટ્રેલિયાના જ મેચેલ સ્ટાર્કે આ કારનામું વર્ષ 2015 વર્લ્ડકપમાં કર્યું હતું. ત્યારે સ્ટાર્કને બ્ર્તીન્ગની તકનો મળી હતી, પણ તેમણે એક પણ રન બનાવ્યા ન હતા.

- Advertisement -
- Advertisement -