- Advertisement -

ઝિમ્બાબ્વે સામે રમનારી ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર

- Advertisement -

ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માની આગેવાની હેઠળ શનિવારે સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ટીમ હજી પણ બાર્બાડોઝમાં ફસાયેલી છે. આ ટીમના ત્રણ ખેલાડી સંજુ સેમસન, શિવમ દૂબે અને યશસ્વી જયસ્વાલ આ સપ્તાહે ઝિમ્બાબ્વે જનારા હતા પરંતુ તેઓ હજી સુધી ભારત પહોંચી શક્યા નથી ત્યારે ઝિમ્બાબ્વે સામે રમાનારી ટી20 સિરીઝ માટેની ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે.

- Advertisement -

વેસ્ટ ઇન્ડિઝમાં ફસાયેલા ત્રણ ખેલાડીને સ્થાને શુભમન ગિલની આગેવાની હેઠળની ટી20 ટીમમાં મંગળવારે સાઇ સુદર્શન, જિતેશ શર્મા તથા હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યા હતા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે છઠ્ઠી જુલાઈથી ટી20 સિરીઝનો પ્રારંભ થનારો છે. જેની પ્રથમ બે મેચ માટે આ ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. શિવમ દૂબે, સંજુ સેમસન અને જયસ્વાલ ટી20 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતા. તે ઝિમ્બાબવે જનારી ટીમ સાથે જોડાનારા હતા પરંતુ બ્રિજટાઉન, બાર્બાડોઝમાં ખરાબ હવામાનને કારણે ટીમ હાલમાં ફસાયેલી છે. હવે રોહિત શર્માની ટીમ મંગળવારે રાત્રે ચાર્ટર ફ્લાઇટ દ્વારા રવાના થશે અને બુધવારે ભારતીય સમય મુજબ સાંજે 7.45 કલાકે ભારત પહોંચશે. નવી દિલ્હી પહોંચ્યા બાદ ચેમ્પિયન ભારતીય ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત કરવામાં આવશે.

- Advertisement -

આમ ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં અટકી પડી હોવાને કારણે બીસીસીઆઈને ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટેની ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ઝડપી બોલર ખલીલ અહેમદ અને બેટ્સમેન રિન્કુ સિંઘ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સાથે પ્રવાસી રિઝર્વ તરીકે ગયા હતા. તેઓ પણ હાલમાં બાર્બાડોઝમાં છે, ખલીલ અને રિન્કુ પણ ઝિમ્બાબ્વે જનારા હતા પરંતુ બોર્ડે તેમના સ્થાને અન્ય કોઈ ખેલાડીને હરારે મોકલવાની જાહેરાત કરી નથી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝ રમાનારી છે જે માટે નવેસરથી જાહેર કરાયેલી ભારતની ટીમ

- Advertisement -

શુભમન ગિલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, અભિશેક શર્મા, રિન્કુ સિંઘ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઇ સુદર્શન, જિતેશ શર્મા, હર્ષિત રાણા.

- Advertisement -
- Advertisement -