- Advertisement -

વિષ્ણુસહસ્ત્રનામના પાઠથી મળશે તમામ પ્રકારના ભૌતિક સુખ! ગુરુ પુષ્ય નક્ષત્ર પર અજમાવો આ ઉપાય!

- Advertisement -

આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ અર્થે

- Advertisement -

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ઉદય થાય તે દિવસે બની રહેલ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની પૂજા કરવી જોઇએ. આ ઉપાય કરવાથી આપને નોકરી-ધંધામાં પ્રગતિના યોગ સર્જાય છે. આપને આયુષ્ય, આરોગ્ય, સમૃદ્ધિ તેમજ ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. આ શુભ સંયોગમાં લક્ષ્‍મીનારાયણને પૂજા દૂધ, દહીં, મધ, શુદ્ધ ઘી, ગંગાજળ આ પંચામૃતથી સ્નાન કરાવીને તેમની પૂજા કરવી લાભદાયી નીવડે છે.

- Advertisement -

અવરોધ મુક્તિ અર્થે

- Advertisement -

આ દિવસે શુભ સંયોગમાં ઘીનો દીવો પ્રજવલિત કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઇએ. શુભ યોગ અને શુભ સંયોગમાં પાઠ કરવાથી ભૌતિક ઇચ્છાઓની પૂર્તિ થાય છે અને દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ ધન-ધાન્ય અને સુખ સંપદા અકબંધ રહે છે. આપના પ્રગતિના દ્વાર ખૂલે છે. કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે.

ઉપહાર આપવા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહની પીડામાંથી મુક્તિ અર્થે આ શુભ સંયોગમાં ગુરુ અને પિતાને વસ્ત્ર, ફળ જેવી વસ્તુઓ ઉપહાર સ્વરૂપે આપવી જોઇએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને ભાગ્યના બંધ દ્વાર ખૂલી જાય છે. સાથે જ એક ખાસ વાત યાદ રાખવી કે આજના દિવસે કોઇને ઉધાર આપવું પણ નહીં કે કોઇની પાસેથી ઉધાર લેવું પણ નહીં.

પોખરાજ ધારણ કરો

જો વિવાહ સંબંધિત સમસ્યા જીવનમાં ચાલી રહી હોય તો આ શુભ દિવસે પોખરાજ કે પછી કેળના વૃક્ષના મૂળને ધારણ કરવા જોઇએ. આ ઉપાય કરવાથી આપની લગ્ન સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે સાથે જ આપના યશ, કીર્તી, ધન, સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સમૃદ્ધિનું આગમન થાય છે. કેળાના વૃક્ષના મૂળ ધારણ કરવાથી અભ્યાસ અને કારકીર્દીમાં પ્રગતિ મળે છે તેમજ આપનું ભાગ્ય અને સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

દાન કરવું

27 એપ્રિલે ગુરુ ઉદય થાય છે ત્યારે દાન કરવાથી અક્ષય તૃતીયા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સત્તુ, ગોળ, ચણા, ઘી, જળથી ભરેલ ઘડા દાન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓનો અંત આવે છે અને આપને સમસ્યામાંથી મુક્તિ મળે છે. સાથે જ કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને આપને ગુરુ ગ્રહના શુભ પ્રભાવનો લાભ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -